IPL2019: ‘કરો યા મરો’માં ફરી ફસાયું કોલકત્તા, મુંબઈ વિરુદ્ધ કોઈપણ સ્થિતિમાં જીત જરૂરી
કોલકત્તાની ટીમ રવિવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેણે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત ફરજીયાત જીત મેળવવી પડશે.
કોલકત્તાઃ સારી શરૂઆત બાદ સતત છ મેચમાં પરાજયનો સામનો કરેલી કોલકત્તાની ટીમ રવિવાર (28 એપ્રિલ)એ રાત્રે આઠ કલાકે મુંબઈ સામે ટકરાશે. આ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)ની હાલની સિઝનમાં બંન્ને ટીમોનો પ્રથમ મુકાબલો હશે. આ મેચ સુધી પહોંચતા પહેલા મુંબઈએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. તેના 11 મેચોમાં 14 પોઈન્ટ છે. તેને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. બીજી તરફ દિનેશ કાર્તિકની આગેવાનીમાં કોલકત્તાના 11 મેચોમાં માત્ર 8 પોઈન્ટ છે. તેણે પ્લેઓફની રેસમાં બની રહેવા માટે બાકીના ત્રણેય મેચમાં વિજય મેળવવો જરૂરી છે. મુંબઈ અને કોલકત્તા વચ્ચે આ મુકાબલો ઈડન ગાર્ડનમાં રમાશે.
કોલકત્તાની ટીમ જો પોતાના બાકીના ત્રણેય મેચ જીતો તો પણ જો-તોની સ્થિતિ બની રહેસે. ત્યારે સંભવ છે કે પ્લેઓફની ચોથી ટીમ સારી નેટ રનરેટથી નક્કી થાય. પરંતુ એટલું નક્કી છે કે કોલકત્તાની ટીમ હવે એકપણ મેચ ગુમાવવાની સ્થિતિમાં નથી. ત્રણમાંથી એક મેચ ગુમાવશે તો પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. આ સ્થિતિમાં મુંબઈ સામેનો મુકાબલો કરો યા મરોનો છે. રોહિતની આગેવાની વાળી મુંબઈનો કોલકત્તા વિરુદ્ધ રેકોર્ડ સારો છે. બંન્ને વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે, તેમાંથી મુંબઈએ 18માં વિજય મેળવ્યો છે.
મુંબઈ આ સમયે સારા ફોર્મમાં છે, પરંતુ કોલકત્તા સારી શરૂઆત બાદ સતત છ મેચમાં હાર્યું છે. ગત મેચમાં કોલકત્તાને રાજસ્થાન રોયલ્સે પરાજય આપ્યો હતો. આ મેચમાં કોલકત્તા તરફથી દિનેશ કાર્તિકે 97 રન ફટકાર્યા હતા. કોલકત્તા માટે ચિંતાનો વિષય તેનું બોલિંગ આક્રમણ છે. તેના સ્પિનર સુનીલ નરેન અને પીયૂષ ચાવલાએ સારૂ પ્રદર્શન કર્યું છે.
મુંબઈ અત્યાર સુધી એક શાનદાર ટીમની જેમ રહી છે. ચેન્નઈ વિરુદ્ધ કેપ્ટન રોહિત અડધી સદી ફટકારી છે. ક્વિન્ટન ડી કોક, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, બુમરાહ અને મલિંગા શાનદાર ફોર્મમં છે. ઈડન ગાર્ડન પર મુંબઈએ કુલ સાત મેચોમાં વિજય મેળવ્યો છે.