કોલકાતાઃ આઈપીએલમાં શુક્રવારે રમાયેલી KKR અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં દિલ્હીએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું હતું. દિલ્હીને વિજય માટે 179 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે તેણે 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું. દિલ્હી તરફથી શિખર ધવને નોટ આઉટ 97 રનની ઈનિંગ્સ રમી હતી. ઋષભ પંતે વિજય મેળવવામાં 46 રનનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) તરફથી શુભમન ગિલે 39 બોલમાં સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તે કોલકાતા તરફથી ઓપનિંગમાં આવ્યો હતો. શુભમન ગિલની આઈપીએલ-12માં પ્રથમ અડધી સદી હતી. IPL-12માં કોલકાતા અને દિલ્હી વચ્ચે આ બીજી મેચ હતી. પ્રથમ મેચ દિલ્હીએ જીતી હતી. 


ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. નાઈટ રાઈડર્સે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. દિનેશ કાર્તિકે જણાવ્યું કે, તેની ટીમના બે ખેલાડી બીમાર હોનવાને કારણે આ ફેરફાર કરવો પડ્યો છે. દિલ્હીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો હતો અને કીમો પોલને તક આપી હતી. 


ઈશાંત શર્માએ પ્રથમ બોલ પર જ કોલકાતાના ઓપનર જો. ડેનલીને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર પછી શુભમન ગિલ અને રોબિન ઉથપ્પા(28)એ 63 રનની ભાગીદારી સાથે ટીમની બાજી સંભાળી લીધી હતી. ઉથપ્પાના આઉટ થયા પછી નીતિશ રાણા(11), શુભમન ગિલ અને દિનેશ કાર્તિક(2) ઝડપથી આઉટ થઈ ગયા. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...