ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બીમાર છે. આ સમાચાર વિશ્વ કપની રાહ જોઈ રહેલા ભારતીય પ્રશંસકોને નિરાશ કરી શકે છે. ધોની અને જાડેજા વગર શુક્રવારે સુરેશ રૈનાની આગેવાનીમાં ચેન્નઈની ટીમ ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 46 રનથી હારી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાવને કારણે ધોની મેદાનથી બહાર રહ્યો હતો. ધોની અને જાડેજાની બીમારી વિશે ફ્લેમિંગે કહ્યું, તે (ધોની અને જાડેજા) બીમાર છે. બંન્ને અસ્વસ્થ છે, વિષાણુ અને જીવાણુંની ઝપેટમાં છે. ઘણી ટીમે આ સમયે આવી સ્થિતિથી સંઘર્ષ કરી રહી છે. ટૂર્નામેન્ટની આ સિઝનમાં ધોનઈએ સાત ઈનિંગમાં 100થી વધુ એવરેજથી 314 રન બનાવ્યા અને તે ચેન્નઈ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 


જસપ્રીત બુમરાહ, જાડેજા, શમી અને પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ 

વિશ્વ કપ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહ્યો છે, જેમાં ધોની અને જાડેજા બંન્ને ભારતીય ટીમના સભ્ય છે. ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્લેઓફમાં સ્થાન મેળવી ચુકેલી ચેન્નઈની ટીમ આગામી મેચમાં 1 મેએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ટકરાશે. 


ફ્લેમિંગે કહ્યું કે, છેલ્લા બે સપ્તાહમાં ટીમે છ મેચ રમી છે અને ચાર દિવસના વિશ્રામથી ખેલાડીઓને ફાયદો થશે. ન્યૂઝીલેન્ડના આ પૂર્વ કોચે કહ્યું, અમે ચાર દિવસના આરામની રાહ જોઈ રહ્યાં હતા. મને લાગે છે કે મુંબઈ (પાંચ દિવસનો આરામ)ને તેને ફાયદો મળ્યો છે. અમે પણ તે કરીશું.