જયપુરઃ રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં શનિવારે પોતાના ઘર સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. રાજસ્થાનની ટીમ આ સમયે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર છે. તેના 11 મેચોમાં 8 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચમાં રાજસ્થાનને બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની ખોટ પડશે જે વિશ્વ કપ કેમ્પમાં સામેલ થવા માટે સ્વદેશ પરત ફરી ગયા છે. હૈદરાબાદને પણ પોતાના સ્ટાર ખેલાડી જોની બેયરસ્ટોની ખોટ પડશે. તે પણ ઈંગ્લેન્ડ પરત ફરી ગયો છે. રાજસ્થાને કોલકત્તા સામે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને રહાણે પર મુખ્ય રૂપથી બેટિંગનો દારોમદાર રહેશે. 


જસપ્રીત બુમરાહ, જાડેજા, શમી અને પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ 

રહાણેએ હાલમાં સદી ફટકારીને પોતાના ફોર્મનો પરિચય આપ્યો હતો. તો સ્મિથ પણ રન બનાવી રહ્યો છે. કોલકત્તા સામે વિજય બાદ ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. જો તેના માટે ચિંતાનો વિષય હોય તો તે બોલિંગ છે. આર્ચરની ખોટ ઓશાને થોમસ પૂરી કરી શકે છે, પરંતુ તેને આઈપીએલનો વધુ અનુભવ નથી. તેવી સ્થિતિમાં જયદેવ ઉનડકટ, શ્રેયસ ગોલાલ પર જવાબદારી વધી જાય છે. 

IPL-12: એમએસ ધોની અને રવીન્દ્ર જાડેજા બીમાર છેઃ ફ્લેમિંગ


જો હૈદરાબાદની વાત કરીએ તો બેયરસ્ટો જવાથી તેની બેટિંગ નબળી થઈ શકે છે. પરંતુ ટીમની પાસે માર્ટિન ગુપ્ટિલ જેવો ખેલાડી છે. નિયમિક કેપ્ટન કેન વિલિયમસન પણ આ મેચમાં રમશે. તેવામાં હૈદરાબાદની બેટિંગ મજબૂત લાગી રહી છે. બોલિંગમાં હૈદરાબાદની પાસે ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન છે. આ બંન્ને પાસેથી ટીમને આશા હશે કે તે ગત મેચને ભૂલીની રાજસ્થાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરે.