નવી દિલ્હીઃ IPL-12ના લીગ મેચ પોતાના અંતિમ તબક્કામાં છે. મેદાન પર ખેલાડી ખુદને એકબીજાથી સારો કરવાની દોડમાં રેકોર્ડનો વરસાદ કરી રહ્યાં છે. દેસી હોય કે વિદેશી આ બધા ખેલાડીઓએ અત્યાર સુધી આ સિઝનમાં પોતાના બેટથી છાપ છોડી છે. એક નજર કરીએ 5 દેસી અને 5 વિદેશી ખેલાડીઓ પર જેણે આ વર્ષે પોતાના શાનદાર પ્રદર્શનથી ફેન્સને મનોરંજન પૂરુ પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ-12માં સર્વાધિક રન બનાવનાર ભારતીય ક્રિકેટરો 

1. કેએલ રાહુલ- આઈપીએલ સિઝન-12માં પોતાના પ્રદર્શનથી કોઈપણ બેટ્સમેને તમામને ચોંકાવ્યા છે તો તે છે કેએલ રાહુલ જેણે આ સિઝનમાં અત્યાર સુધી 520 રન બનાવ્યા છે. ભારતની વિશ્વ કપની ટીમમાં પસંદ કરાયેલ રાહુલે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા અત્યાર સુધી આ સિઝનમાં 12 મેચોમાં 57.77ની એવરેજથી 520 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે. આ દરમિયાન રાહુલનો બેસ્ટ સ્કોર રહ્યો અણનમ 100 રન. રાહુલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા સ્થાને છે. 


2. શિખર ધવન- દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાં 41ની એવરેજથી 451 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર રહ્યો અણનમ 97 રન. 


3. વિરાટ કોહલી- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી આ સિઝનમાં 13 મેચોમાં 34.46ની એવરેજથી 448 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર રહ્યો છે 100 રન. 


4. અંજ્કિય રહાણે- રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન અંજ્કિય રહાણેએ અત્યાર સુધી રમાયેલા 13 મેચોમાં 35.54ની એવરેજથી 391 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 105 રન અણનમ રહ્યો છે. 


5. શ્રેયસ અય્યર- દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને યુવા ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે અત્યાર સુધી 12 મેચોમાં 34.81ની એવરેજથી 382 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 67 રન રહ્યો છે. 


IPL12માં સર્વાધિક રન બનાવનાર વિદેશી ક્રિકેટરો


1. ડેવિડ વોર્નર - બોલ ટેમ્પરિંગ મામલામાં પ્રતિબંધ બાદ વાપસી કરનાર ડેવિડ વોર્નરે આઈપીએલ 12માં રનનો ઢગલો કર્યો છે. તે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવનાર બેટ્સમેનોમાં પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને રહેલા કેએલ રાહુલ પર તેણે 172 રનની લીડ બનાવી રાખી છે. વોર્નરે અત્યાર સુધી 12 મેચોમાં 69.20ની એવરેજથી 692 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 100 રન રહ્યો છે. 


2. આંદ્રે રસેલ- કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલે અત્યાર સુધી 12 મેચોમાં 69.42ની એવરેજથી 486 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 80 રન રહ્યો છે. 


3. ક્રિસ ગેલ - કિંગ્સ ઈલેવન પંજાબ માટે ઈંનિંગની શરૂઆત કરનાર વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલે અત્યાર સુધી 11 મેચોમાં 44.80ની એવરેજથી 448 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર રહ્યો અણનમ 99 રન. 


4. જોની બેયરસ્ટો - સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોએ 10 મેચોમાં 55.62ની શાનદાર એવરેજથી 445 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર રહ્યો 114 રન. 


5. એબી ડિવિલિયર્સ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના સ્ટાર બેટ્સમેન અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે અત્યાર સુધી 12 મેચોમાં 49ની એવરેજથી 441 રન બનાવ્યા છે, જેમાં 5 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર રહ્યો અણનમ 82 રન. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર