પંજાબની ટીમમાંથી રમી રહ્યો છે આ અફઘાન, મેદાન પર આવતા જ પોતાના નામે કર્યો IPLનો ખાસ રેકોર્ડ
આ મેચમાં ઉતરવાની સાથે અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ જારદાને પોતાના નામે આઈપીએલનો એક ખાસ રેકોર્ડ નોંધાવી લીધો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2018)નો પ્રારંભ થઈ ગયો છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે દિલ્હી અને પંજાબ વચ્ચે મોહાલીમાં મેચ છે. આ મેચમાં ઉતરવાની સાથે અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ જારદાને પોતાના નામે આઈપીએલનો ખાસ રેકોર્ડ નોંધાવી લીધો છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં અફઘાનિસ્તાનના મુજીબ જારદાને વિશ્વ ક્રિકેટમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. આઈપીએલની હરાજીમાં પંજાબની ટીમે તેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હાલમાં વિશ્વકપ અન્ડર-19માં મુજીબે 26.66ની એવરેજથી 6 વિકેટ લીધો હતો. તેની ઈકોનોમી 3.5ની રહી. ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં પાંચ વિકેટ ઝડપનાર મુજીબ સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
આઈપીએલના બીજા દિવસે મેદાનમાં ઉતરવાની સાથે જારદાને આઈપીએલ ઈતિહાસના સૌથી નાની ઉંમરનો ડેબ્યૂ કરનાર ખેલાડી બની ગયો છે. મુજીબ જારદાને 17 વર્ષ અને 11 દિવસની ઉંમરમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યુઁ છે. આ પહેલા આ રેકોર્ડ સરફરાજ ખાનના નામે હતો.
આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરનાર ખેલાડી
17 વર્ષ 11 દિવસ - મુજીબ જારદાન, 2018
17 વર્ષ 177 દિવસ - સરફરાજ ખાન, 2015
17 વર્ષ 179 દિવસ - પ્રદીપ સાંગવાન, 2008
17 વર્ષ 199 દિવસ - વોશિંગ્ટન સુંદર, 2017
17 વર્ષ 247 દિવસ - રાહુલ ચહર
17 વર્ષ 268 દિવસ - ઈશાન કિશન
આઈપીએલમાં પંજાબની ટીમમાં છે મુજીબ
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે આઈપીએલ 2018ની હરાજીમાં અફઘાનિસ્તાનના 17 વર્ષિય ઓફ સ્પિનર મુજીબ જારદાનને 4 કરોડમાં ખરીદ્યો હતો. હરાજી બાદ સહમાલિક પ્રીતિ જિંટાએ જણાવ્યું કે, મુજીબની રહસ્યમયી બોલિંગને કારણે તેને ખરીદવામાં આવ્યો છે.
21મી સદીમાં જન્મોલો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો જાદરાન
અફઘાનિસ્તાનનો મુજીબ જાદરાન વિશ્વ ક્રિકેટ રમનારો તેવો પ્રથમ ખેલાડી બની ગયો છે, જેનો જન્મ 21મી સદીમાં થયો છે. 28 માર્ચ 2001માં જન્મેલા મુજીબે 16 વર્ષ અને 252 દિવસમાં વનડે ક્રિકેટ રમનારો અફઘાનિસ્તાનનો સૌથી યુવા અને વિશ્વનો 9મો સૌથી યુવા ખેલાડી છે. આ સ્પિનરે આયર્લેન્ડ વિરુદ્ધ ડ્રિમ ડેબ્યૂ કર્યું હતું. તેણે 10 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.