નવી દિલ્હીઃ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ છે. તેની કાબિલિયમ અને પ્રદર્શન જોઈને આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેજર્સ બેંગલુરૂએ તેને રેકોર્ડ રકમથી  રિટેન કર્યો હતો. કોહલી 2008થી જ આ ટીમમાંથી રમતો રહ્યો છે, પરંતુ ટ્રોફી જીતવાનો તેને મોકો મળ્યો નથી. આ વખતે વિરાટની આગેવાનીમાં ટીમ ટ્રોફી જીતવાથી તો દૂર, બેંગલુરૂની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીએ વિરાટને 17 કરોડની મોટી રકમથી ખરીદ્યો હતો, તેમ છતા તે પોતાની ટીમને 7 મેચ પણ ન જીતાવી શક્યો. આ સીઝનમાં આરસીબી સતત જીત મેળવી ન શકી અને તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. બેંગલોરની ટીમ 14માંથી માત્ર 6 મેચ જીતી શકી હતી. 


માત્ર એક-બે ખેલાડીઓ પર નિર્ભર રહી ટીમ
વિરાટની ટીમમાં આમ તો એબી ડીવિલિયર્સ, ક્વિંટન ડી કોક, ટીમ સાઉદી જેવા વિદેશી સિતારીઓ હતા. સ્થાનિક ખેલાડીઓમાં યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, વોશિંગટન સુંદર અને ઉમેશ યાદવ જેવા શાનદાર બોલરો હતા. તેમ છતાં આરસીબી દરેક મેચમાં એક-બે ખેલાડીઓ પર નિર્ભર રહી. આજ કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 


કોહલી પોટાની ટીમને કોઈપણ અન્ય ટીમના કેપ્ટન કરતા વધુ સારી રીતે સમજે છે, કારણ કે, તે સતત 10 વર્ષથી એક જ ટીમમાંથી રમે છે. તે ખેલાડીઓની ક્ષમતાથી પૂર્ણ રીતે માહિતગાર છે. પરંતુ મેદાનની અંદર તે પોતાના ખેલાડીઓને પ્રદર્શન કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. 


કેન પાસેથી શીખે કોહલી
જો કોઈ કેપ્ટન પાસેથી કંઈ શીખી શકે તો, તો વિરાટે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન પાસેથી જરૂર શીખ લેવી જોઈએ. મેદાન પર શાંત, પરંતુ બેટિંગમાં ઉગ્ર કેને આગળ આવીને ટીમનું નેતૃત્વ કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં જી-જાન લગાવી દીધી હતી. માત્ર 3 કરોડમાં ખરીદાયેલા કેને આ સીઝનમાં 661 રન બનાવ્યા છે, જેમાં 8 અર્ધસદી સામેલ છે. આજ કારણે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી ચુકી છે. 


આ સીઝનમાં આરસીબીનો પ્રવાસ પુરો થઈ ગયો છે. થઈ શકે કે આગામી સીઝનમાં આરસીબી ફ્રેન્ચાઇઝી કેપ્ટનશીપ માટે બિજા વિકલ્પની શોધ કરે. વિરાટ જે કદનો ખેલાડી છે તે રીતે તેની ટીમે પ્રદર્શન કર્યું નથી.