જયપુરઃ સવાઇ માનસિંહ સ્ટેડિયમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝનના મેચોના યજમાની કરવાની સત્તાવાર જાહેરાતના એક દિવસ બાદ રાજસ્થાન ક્રિકેટ સંઘના સચિવ રાજેન્દ્ર નંદૂએ કહ્યું કે, સ્ટેડિયમ પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સના મેચો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નંદૂએ કહ્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે માત્ર નાની-નાની તૈયારીઓ બાકી છે, જે આગામી ત્રણ-ચાર દિવસમાં પૂરી થઈ જશે. તેમણે કહ્યું, તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના અધિકારીઓ સ્ટેડિયમનું સતત નિરીક્ષણ કરી રહ્યાં છે અને સ્ટેડિયમમાં ચાલી રહેલા કામની તપાસ કરી રહ્યા છે. જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી તે ખુશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયપુરમાં 11,18,22 અને 29 એપ્રિલ, 8 તથા 11 મેએ મેચ રમાશે. 2008માં પ્રથમ આઈપીએલમાં ટીમને ટાઇટલ અપાવનાર કેપ્ટન શેન વોર્નને ટીમનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ હાલમાં જ આરસીએ પર ચાર વર્ષનો લગાવેલો પ્રતિબંધ હટાવ્યો છે. બીસીસીઆઈના આરસીએને તેના પૂર્વ અધ્યક્ષ અને આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીના ભ્રષ્ટાચારના મામલાને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. 


બીજીતરફ ઉત્તર પ્રદેશને આ વર્ષે આઈપીએલના કોઈપણ મેચની યજમાની કરવા મળશે નહીં, કારણ કે, આઈપીએલ દ્વારા જારી કરાયેલા કેલેન્ડરમાં રાજ્યના કોઈપણ સ્ટેડિયમનું નામ નથી. કોઈપણ સ્ટેડિયમે યુપીના ગ્રાઉન્ડમાં મેચ યોજવાની ઈચ્છા દર્શાવી નથી. ગ્રીન પાર્કમાં છેલ્લા બે વર્ષથી ગુજરાતની ટીમે તેના બે-બે મેર રમ્યા હતા. યૂપીસીએના સીઈઓ લલિત ખન્નાએ કહ્યું, કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમને તો આ વખતે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ રૂચી દર્શાવી નથી, પરંતુ લખનઉનું ઇકાના સ્ટેડિયમમાં દિલ્હીની ટીમને ઈચ્છા હતી અને તેની ટીમે આ મહિનાના શરૂઆતમાં અહીં પ્રવાસ પણ કર્યો હતો, પરંતુ ખબન નથી શું થયું, આઈપીએલનું કેલેન્ડર જારી થયું તો લખનઉનું સ્ટેડિયમ સામેલ નથી.