મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ એકવાર ફરી આઈપીએલમાં ઉંચાઈ પર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી કમાલ કરી દીધો છે. 36 વર્ષનો આ કરિશ્માઇ કેપ્ટન ચેન્નઈને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો. બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઈએ આઈપીએલમાં વાપસી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે રાત્રે ટાઇટલ જીતીને ધોનીએ ફરી એકવાર પોતાની જર્સી નંબર-7નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, આજે 27 તારીખની રાત છે. મારી જર્સી નંબર-7 છે અને અને (ચેન્નઈ) સાતમી વખત આઈપીએલના ફાઇનલમાં રમી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2011માં ચેન્નઈએ આ ટાઇટલ જીત્યું હતું. એટલે કે ચેન્નઈની ટીમ 7 વર્ષ બાદ આઈપીએલ જીતવામાં સફળ રહી છે. પરંતુ સાત સાથે જોડાયેલું વધુ એક કારનામું ધોનીએ કરી દેખાડ્યું, જે કોઈ અન્ય કેપ્ટને કર્યું નથી. 


આઈપીએલની 11મી સીઝન જીતવાની સાથે કેપ્ટન ધોનીએ 7મી વખત ટી-20 ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું. ટી-20ની વાત કરીએ તો વિશ્વના કોઈ અન્ય કેપ્ટને 5 વારથી વધુ ટૂર્નામેન્ટ જીતી નથી. 



ધોનીના 7 ટી-20 ટાઇટલ


1. આઈપીએલ- 3 વખત (2010, 2011, 2018)


2. ચેમ્પિયન્સ લીગ ટી-20- 2 વાર (2010, 2014)


3. ટી-20 વિશ્વકપ- 1 (2007)


એશિયા કપ ટી-20- 1 (2016)


7 ના 7 સંયોગ


1. 27 તારીખ, જે રાત્રે ચેન્નઈએ આઈપીએલ જીત્યો


2. 27-5-2018ના કુલ અંકોનો યોગમાં પણ અંતે 7 આવે છે


3. ધોનીનો જર્સી નંબર 7 છે


4. 7મી વખત ચેન્નઈ ફાઇનલમાં પહોંચી હતી


5. ધોનીએ 7મી વાર ટી-20 ટૂર્નામેન્ટ જીતી


6. ચેન્નઈ 7 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની


7 રવિવારે મેચ હતો, જે સપ્તાહનો અંતિમ દિવસ અને 7મો દિવસ હોય છે. 


વાંચો ક્રિકેટના અન્ય સમાચાર