બેંગ્લુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલની સીઝન 11ની મેચ આજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે નિર્ધારીત 19.2 ઓવરોમાં 155 રનનો સ્કોર કર્યો. RCBને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં RCBએ 19.3 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવી લેતા 4 વિકેટથી જીત મેળવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબી 4 વિકેટથી જીત્યું
 ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે નિર્ધારીત 19.2 ઓવરોમાં 155 રનનો સ્કોર કર્યો. જેના જવાબમાં આરસીબીએ 19.3 ઓવરોમાં 6 વિકેટે 159 રન કર્યાં. ઓપનર ક્વિન્ટન કોકે 34 બોલમાં 45 રન, કેપ્ટન વિરાટ કોહલીએ 16 બોલમાં 21 રન, એબી ડી વિલિયર્સે 40 બોલમાં 57 રન કર્યાં હતાં. જ્યારે બ્રેન્ડન મેક્કુલમ અને સરફરાઝ ખાન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતાં. મનદીપ સિંહ 22 રન કરીને અને વોશિંગ્ટન સુંદર 9 રને નોટઆઉટ રહ્યાં હતાં.



પંજાબ તરફથી આર અશ્વિને 4 ઓવરોમાં 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ, મુજીબ ઉર રહેમાન, એન્ડ્રુ ટાયે 1-1-1 વિકેટ લીધી હતી. આરસીબી 19.2 ઓવરોમાં જ 6 વિકેટ ગુમાવીને 159 રન કરી લેતા 4 વિકેટથી જીતી ગઈ.


155 રનમાં ઓલઆઉટ થઈ પંજાબની ટીમ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ નિર્ધારીત 19.2 ઓવરોમાં 155 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. આરસીબીને 156 રનનો ટાર્ગેટ મળ્યો. પંજાબના બેટ્સમેનોને આરસીબીના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પરેશાન કરી નાખ્યા હતાં. ઉમેશ યાદવે 3 વિકેટ લીધી હતી. તેણે માત્ર ચાર રનમાં 3 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતાં. આ ઉપરાંત ક્રિસ વોક્સ, કુલવંત ખેજોરોલિયા, વોશિંગ્ટન સુંદરને 2-2-2 વિકેટો મળી. યુજવેન્દ્ર ચહલને એક વિકેટ મળી હતી. પંજાબ તરફથી મયંક અગ્રવાલ (15)એ અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે 3.1 ઓવરોમાં 32 રન કર્યા હતાં. ચાર રનની અંદર જ 3 વિકેટ પડી જવાથી પંજાબની ખરાબ હાલત થઈ ગઈ હતી.


ઉમેશ યાદવે પહેલી વિકેટ મયંકની અને ત્યારબાદ એરોન ફિંચ અને યુવરાજ સિંહને પેવેલિયન ભેગા કર્યા હતાં. કેપ્ટન રવિચંદ્રન અશ્વિને છેલ્લે 21 બોલમાં 33 રન કરીને પંજાબનો સ્કોર 150 સુધી પહોંચાડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગનો ફેસલો લીધો હતો.