હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના 8માં મેચમાં શુક્રવારે સિક્સની સાથે રાજસ્થાન રોયલ્સ પર પાંચ વિકેટથી જીત અપાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદના લેગ સ્પિનર રાશિદ ખાનનું કહેવું છે કે, તેની પાસે પાંચ અલગ પ્રકારના લેગ સ્પિન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિદે કહ્યું, મેં પાંચ અલગ પ્રકારના લેગ સ્પિનનું મિશ્રણ કરવાનો પ્રયત્ન કર્યો. હું સમજી ગયો હતો કે આ વિકેટ વધુ ટર્ન મળે તેવી નથી. રાશિદે જોફ્રા આર્ચરની ઓવરમાં બે બોલ પર 10 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. તેણે બોલિંગમાં ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી અને તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યો હતો. 


રાશિદે મેચ બાદ કહ્યું, હું મારી બેટિંગ પર પણ કામ કરી રહ્યો છું. જ્યારે ટીમને મારી બેટિંગમાં જરૂર હતી તો મારે સારૂ કરવાની જરૂર છે. મારા કોચે નેટમાં મને ઘણો વિશ્વાસ અપાવ્યો કે હું ગમે ત્યાં હિટ કરવાની ક્ષમતા રાખુ છું. તેણે પોતાની બોલિંગ વિશે વાત કરતા કહ્યું, હું 5 પ્રકારની લેગ સ્પિન કરી શકુ છું. તે વિકેટ ઝડપવા માટે મદદરૂપ થઈ રહી છે. 



IPL-2019માંથી બહાર થયો ઈંગ્લિશ ક્રિકેટર, બનશે બીજા બાળકનો પિતા 
 


તેણે કહ્યું, હું દરેક એક મેચમાં રમતના દરેક વિભાગને પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરુ છું. મને લાગે છે કે, બટલરની વિકેટ પ્લાન પ્રમાણે હતી. મેં તેને પહેલા પણ આઉટ કર્યો છે.