IPL Auction 2019: જયપુરમાં યોજાયેલી IPLની હરાજી પૂર્ણ, ઉનડકટ અને વરૂણ ચક્રવર્તી બન્યા સૌથી મોંઘા ભારતીય ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે જયપુરમાં યોજાયેલી હરાજી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઘણા યુવા ખેલાડીઓને લોટરી લાગી છે. તો ઘણા ખેલાડીઓને નિરાશા હાથ લાગી છે.
નવી દિલ્હીઃ આઈપીએલની સિઝન 12 માટે જયપુરમાં યોજાયેલી હરાજી પૂર્ણ થઈ ગઈ છે. જયદેવ ઉનડકટ અને વરૂણ ચક્રવર્તીને 8.4 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. આ બંન્ને સૌથી મોંઘા ભારતીય ક્રિકેટર છે. તો ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સૈમ કરન 7.2 કરોડ સાથે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તો ડેલ સ્ટેન જેવા ખેલાડીઓને કોઈ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો નથી. બીજીતરફ યુવરાજ સિંહને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડની બેઝ પ્રાઇઝમાં તેની ટીમમાં સામેલ કર્યો છે. આ હરાજીમાં કુલ 60 ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યા છે. જેમાં 40 ભારતીય અને 20 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયાના મધ્યમક્રમ આક્રમક બેટ્સમેન રહેલા યુવરાજ સિંહને આઈપીએલની હરાજીમાં બીજી વખત લાગેલી બોલીમાં મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડમાં ખરીદી લીધો હતો. તેની બેઝ પ્રાઇઝ એક કરોડ હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને 1 કરોડ બેઝ પ્રાઇઝમાં હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ઈશાન પોરેલ, સૌરભ તિવારી, ઋૃષિ ધવન, જેસન હોલ્ડર બીજી બોલીમાં પણ ન વેંચાયા.
આ બોલીમાં સૌથી વધુ ચર્ચા ઈંગ્લેન્ડના ખેલાડી સૈમ કરન અને શિવમ દુબેની રહી. સૈમ કરનને પંજાબની ટીમે 7 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. તો ઓલરાઉન્ડર શિવમ દુબેને બેંગલુરૂએ 5 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. યુવા વિકેટકીપર પ્રભસિમરનને 4.80 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેની બોલીએ તમામને ચોંકાવી દીધા હતા.
આઈપીએલની હરાજી પૂર્ણ
- રિયાન પરાજને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો.
- એશ્ટોન ટર્નરને રાજસ્થાને 50 લાખમાં ખરીદ્યો.
- મનન વોહરાને 20 લાખમાં રાજસ્થાને ખરીદ્યો.
- શ્રીકાંત મુઝેને કેકેઆરે બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
- બંદારૂ અયપ્પાને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યો
- જીઓ ડેન્લીને કોલકત્તાએ 1 કરોડમાં તેની ટીમમાં સામલે કર્યો
- શુભમ રનજાનેને રાજસ્થાને પોતાની ટીમમાં સામેલ કર્યો. બેઝ પ્રાઇઝ 20 લાખ.
- ઋુતુરાજ ગાયકવાડને 20 લાખમાં ચેન્નઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો.
- મૃગન અશ્વિનને પંજાબે 20 લાખમાં ખરીદ્યો
- જલજ સક્સેનાને દિલ્હીએ બેઝ પ્રાઇઝ 20 લાખમાં ખરીદ્યો.
- હરાજીમાં હને બીજો એક્સલેશન રાઉન્ડ થશે. દરેક ટીમે 3-3 ખેલાડીઓની યાદી આપવી પડશે.
- બીજીવાર પણ ન વેંચાયો ડેલ સ્ટેન
- જેસન હોલ્ડરને કોઈ ટીમે ન ખરીદ્યો. બીજીવાર લાગી હતી બોલી.
- સૌરભ તિવારી - 50 લાખ બેઝ પ્રાઇઝમાં કોઈએ ન ખરીદ્યો
- અક્ષદીપ નાથને RCBએ 3.60 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
- યુવરાજ સિંહને બીજીવખતની બોલીમાં મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડમાં ખરીદ્યો.
- ક્રિસ જોર્ડન પર બીજી વખત પણ કોઈએ બોલી ન લગાવી.
- મનોજ તિવારી બીજી વખત પણ ન વેંચાયો
- માર્ટિન ગુપ્ટિલને સનરાઇઝર્સ હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો.
- હરપ્રીત બરારને 20 લાખની બેઝ પ્રાઇઝમાં પંજાબે ખરીદ્યો.
- અગ્નિવેશ અયાસી 20 લાખના બેઝ પ્રાઇઝમાં કિંગ્સ ઇલેવન પંજાબ.
- પ્રયાસ રાય બર્મન 16 વર્ષના લેગ સ્પિનરની બેઝ પ્રાઇઝ 20 લાખ. 1.50 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર બેંગલોરે ખરીદ્યો.
- કીમો પોલને 50 લાખની બેઝ પ્રાઇઝ પર દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.
- પૃથ્વીરાજને 20 લાખમાં કેકેઆરે સામેલ કર્યો. બોલર છે યારા.
- પ્રભસિમરન સિંહ (વિકેટકીપર) બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા. 4.80 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો.
- શશાંક સિંહની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા. 30 લાખમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.
- દર્શન નાલકંડે 30 લાખ રૂપિયામાં પંજાબની ટીમમાં થયો સામેલ
- મિલિંદ કુમારને 20 લાખમાં આરસીબીએ પોતાની ટીમમાં સામેલ કર્યો.
- પંકજ જસવાલને 20 લાખમાં મુંબઈએ ખરીદ્યો
- ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રજાની બેઝ પ્રાઇઝ 75 લાખ, ન મળ્યું કોઈ ખરીદનાર.
- ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એશ્ટન ટર્નર ન વેંચાયો.
- અર્શદીપ સિંહને 20 લાખ રૂપિયામાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો
- નિખિલ નાયક 20 લાખ રૂપિયામાં કેકેઆર ટીમમાં થયો સામેલ
- બેટ્સમેન હિંમત સિંહને 65 લાખમાં RCBએ ખરીદ્યો.
- સાઉથ આફ્રિકાના બોલર હાર્દસ વિજોઇનને કિંગ્સ ઇલેવન પંજાબે 75 લાખમાં ખરીદ્યો.
- વેસ્ટ ઈન્ડિઝના ઓશાને થોમસને 1.10 કરોડ રૂપિયામાં રાજસ્થાને ખરીદ્યો. ફાસ્ટ બોલર છે થોમસ
- ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિસ્ચનને પણ કોઈ ટીમને ન ખરીદ્યો.
- રાઇલી રૂસોને પણ કોઈ ટીમે ન ખરીદ્યો.
- આરનિચ નોતર્જેને કેકેઆરે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો.
- શેફરન રદરફોર્ડને 2 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો.
- લોકી ફર્ગ્યુસનની બેઝ પ્રાઇઝ એક કરોડ. કોલકત્તાએ 1.60 કરોડમાં ખરીદ્યા.
- સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી મોર્ને મોર્કલને ન મળ્યું ખરીદનાર
- કેન રિચર્ડસન અને અભિમન્યુ મિથન પર ન લાગી બોલી
- ફાસ્ટ બોલર વિનય કુમાર ન વેંચાયો
- બરિન્દર સરનને મુંબઈએ 3.40 કરોડમાં ખરીદ્યો
- કુશલ પરેરા ન વેંચાયો
- હેનરીક ક્લાસન (વિકેટકીપર)ને 50 લાખમાં બેંગલોરે ખરીદ્યો
- લ્યુક રોન્ચી, અને મુશફીકુર રહીમને ન મળ્યા ખરીદનાર
- ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરનને કિંગ્સ ઇલેવન પંજાબે 7.20 કરોડમાં ખરીદ્યો. અત્યાર સુધી વેંચાનાર સૌથી મોઁઘો વિદેશી ખેલાડી.
- વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડ જેસન હોલ્ડરને ન મળ્યું કોઈ ખરીદનાર
- રિશી ધવન, કોરી એન્ડરસન, પરવેઝ રસુલ ન વેંચાયા
- શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ પર ન લાગી બોલી.
- ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નિશામને કોઈને ન ખરીદ્યો
- સૌરભ તિવારી, હાશિમ અમલાને કોઈએ ન ખરીદ્યા
- શોન માર્શ પર કોઈએ ન લગાવી બોલી.
- કોલિન ઇંગ્રામની લાગી રહી છે બોલી. સાઉથ આફ્રિકાનો બેટ્સમેન છે. બે કરોડ છે બેઝ પ્રાઇઝ. 6.40 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.
- હજરતુલ્લાહ જજાઈ (અફગાનિસ્તાન) 50 લાખ હતી બેઝ પ્રાઇઝ. કોઈએ ન ખરીદ્યો
- ઉસ્માન ખ્વાજા ન વેંચાયો
- હરાજીમાં 10 મિનિટનો બ્રેક
- ઝહીર ખાનને કોઈએ ન ખરીદ્યો
- કેસી કરિયપ્પા ન વેંચાયો.
- નાથૂ સિંહને 20 લાખ બેઝ પ્રાઇઝમાં દિલ્હીએ ખરીદ્યો
- રજનીશ ગુરબાની, ચામા મિલિંગ, અનિકેત ચૌધરી, ઇશાન પોરેલને કોઈએ ન ખરીદ્યા
- અંકુશ બૈંસને 20 લાખની બેઝ પ્રાઇઝમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો
- બાબા ચક્રવર્તીને ન મળ્યો કોઈ ખરીદનાર
- સેલ્ડન જેક્સનને કોઈએ ન ખરીદ્યો
- જલજ સક્સેક્ષાને ન મળ્યું કોઈ ખરીદદાર
- વરૂણ ચક્રવર્તીની બેઝ પ્રાઇઝ 20 લાખ. કિંગ્લ ઇલેવન પંજાબે 8.40 કરોડમાં ખરીદ્યો
- ઓલરાઉન્ડર શિવમ દુબેને આરસીબીએ 5 કરોડમાં ખરીદ્યો.
- સરફરાઝ ખાનને પંજાબે 25 લાખમાં ખરીદ્યો
- અરમાન જાફરને કોઈને ન ખરીદ્યો
- અનમોલપ્રીત સિંહને 80 લાખમાં મુંબઈએ ખરીદ્યો
- અંકિત બાવને ન વેંચાયો
- સચિન બેબી ન વેંચાયો
- મનન વોહરા ન વેંચાયો
- દેવદત્ત પડ્ડીકલને 20 લાખમાં બેંગલોરે ખરીદ્યો
- હવે 15 મિનિટનો બ્રેક
- ઓસ્ટ્રેલિયાના સ્પિનર ફવાદ અહમદને ન મળ્યું કોઈ ખરીદનાર
- ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પાને ન મળ્યું કોઈ ખરીદનાર
- રાહુલ શર્માને કોઈએ ન ખરીદ્યો
- હવે સ્પિનરોની બોલી શરૂ...
- ફાસ્ટ બોલર મોહિત શર્માને ચેન્નઈ સુપર કિંગ્સે 5 કરોડમાં ખરીદ્યો.
- ફાસ્ટ બોલર વરૂન એરોનને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડમાં ખરીદ્યો.
- ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કિંગ્સ ઇલેવન પંજાબે 4.8 કરોડમાં ખરીદ્યો
- આઈપીએલ સ્ટાર લસિથ મલિંગાને મુંબઈ ઈન્ડિયન્સે 2 કરોડમાં ખરીદ્યો.
- ઈશાંત શર્માને 1.10 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.
- મધ્યમ ગતિનો ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડમાં ખરીદ્યો
- હનુમા વિહારી (2 કરોડ), શિમરોન હેટમાયર (4.2 કરોડ), કાર્લોસ બ્રેથવેટ (5 કરોડ), ગુરકીરત સિંહ (50 લાખ), મોરિસ હેનરીકેસ (1 કરોડ), અક્ષર પટેલ (5 કરોડ), જોની બેયરસ્ટો (2.2 કરોડ), નિકોલસ પૂરન (4.2 કરોડ), રિદ્ધિમાન સાહા (1.2 કરોડ)
- રિદ્ધિમાન સાહાને સનરાઇઝર્સ બૈદરાબાદે 1.20 કરોડમાં ખરીદ્યો.
- વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનની બેઝ પ્રાઇઝ 75 લાખ. 4.20 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો.
- ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોને હૈદરાબાદે 2.20 કરોડમાં ખરીદ્યો
- બૈન મૈક્ડ્રામટ ન વેંચાયો.
- ભારતીય વિકેટકીપર નમન ઓઝાને કોઈ ખરીદનાર ન મળ્યું
- વિકેટકીપરોની બોલી શરૂ
- ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હીએ 5 કરોડમાં ખરીદ્યો
- એક કરોડની બેઝ પ્રાઇઝમાં મોરિસ હેનરીકેસ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ
- 1 કરોડની બેઝ પ્રાઇઝ કરવા છતાં યુવરાજને કોઈએ ન ખરીદ્યો
- ભારતના ઓલરાઉન્ડર ગુરક્રિત સિંગને આરસીબીએ 50 લાખમાં ખરીદ્યો
- ક્રિસ જોર્ડનને કોઈ ખરીદદાર ન મળ્યું.
- કોલકત્તા નાઇટરાઇડર્સે કાર્લોસ બ્રેથવેટને પાંચ કરોડમાં ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટને ખરીદવા માટે લાગી હોડ
- ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સને પણ કોઈ ખરીદદાર ન મળ્યું.
- હવે ઓલરાઉન્ડરની હરાજી શરૂ
- ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પણ કોઈ ખરીદનાર ન મળ્યું.
- ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમને કોઈ ખરીદદાર ન મળ્યું.
- રોયલ ચેલેન્જર બેંગલોરે વિન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમેયરને 4 કરોડ 20 લાખમાં ખરીદ્યો
- વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમેયર પર લાગી સૌથી ઉંચી બોલી..
- ભારતીય ઓલરાઉન્ડર હનુમા વિહારીને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
- ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સને પણ કોઈ ખરીદદાર ન મળ્યું.
- સૌથી પહેલા ભારતીય ખેલાડી મનોજ તિવારીની બોલી લાગી પરંતુ કોઈપણ ટીમે તેને ન ખરીદ્યો
- માર્ટિન ગુપ્ટિલ, એલેક્સ હેલ્સ, શિમરોન હેટમાયર, બ્રેન્ડનલ મેક્કુલમ, પૂજારા, મનોજ તિવારી અને હનુમા વિહારીના નામો પર બોલી લાગશે.
આ ખેલાડીઓ પર રહેશે તમામની નજર
શિવમ દુબેઃ આઈપીએલ હરાજી પહેલા યુવા બેટ્સમેન શિવમ દુબે ચર્ચામાં છે. આઈપીએલ હરાજીના એક દિવસ પહેલા આ ખેલાડીએ એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. પોતાની બેટિંગના કમાલથી તે ખરીદદારોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. આઈપીએલની હરાજીના એક દિવસ પહેલા રણજી ટ્રોફી મેચના અંતિમ દિવસે મુંબઈ માટે રમતા ઓલરાઉન્ડર શિવમ દૂબેએ બરોડાના લેફ્ટ આર્મ સ્પિનર સ્વપનિલ સિંહની એક ઓવરમાં 5 બોલ પર પાંચ સિક્સ ફટકારી હતી.
બ્રેન્ડન મેક્કુલમઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટનનો આઈપીએલની શરૂઆતથી દબદબો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃતી લીધા બાદ તે દરેક ટીમ માટે સારો વિકલ્પ હોઈ શકે છે, કારણ કે તે કોઈ સિરીઝ કે વિશ્વકપને કારણે પોતાની ટીમને વચ્ચે છોડીને જશે નહીં. આઈપીએલમાં મેક્કુલમનો રેકોર્ડ ખૂબ શાનદાર રહ્યો છે.
શિમરોન હેટમાયરઃ હેટમાયર આ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થઈ શકે છે. ટોપ ક્રમમાં વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીમાં આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા છે. ભારત વિરુદ્ધ વનડેમાં 94 બોલમાં 106 રન બનાવીને તેણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ યુવા પર ટીમો મોટો દાવ રમી શકે છે.
જયદેવ ઉનડકટઃ ગત આઈપીએલમાં જયદેવ ઉનડકટ મોંઘો હતો, પરંતુ તે ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 9.65ની ઈકોનોમીથી રન આપ્યા હતા. તે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો, પરંતુ 2017મા ઉનડકટે 12 મેચોમાં 24 વિકેટ લીધી હતી. તેની ઈકોનોમી 7.02 રહી હતી. જેથી તેને ટીમ ખરીદવા ઈચ્છશે.
કાર્લોસ બ્રેથવેટઃ 2016નો ટી20 વિશ્વકપ ફાઇનલ કોઈ ભૂલી શકશે નહીં. વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 6 બોલમાં 19 રનની જરૂર હતી. કાર્લોસ બ્રેથવેટના મનમાં એક વાત હતી દરેક બોલ પર વધુમાં વધુ રન. આ બેટ્સમેને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની એક ઓવરમાં ચાર સિક્સ ફટકારીને વિજય અપાવ્યો હતો. તેની પર ટીમો મોટી બોલી લગાવી શકે છે.
આ વખતે દેખાશે નવા હરાજીકર્તાનો ચહેરો
ઓક્શનર રિચર્ડ મૈડલેની જગ્યાએ નવા હરાજીકર્તા હ્રયૂજ એડમેડ્સ હશે. 346 ક્રિકેટરોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે- બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર. હરાજી પહેલા સીટોએ રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલી ખેલાડીઓની યાદી આપવી પડશે. કેટલિક ટીમે ઘણા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે માત્ર ત્રણ ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
ટીમો પાસે ઉપલબ્ધ સ્લોટ
કોલકત્તા નાઇટરાઇડર્સ - 15.20 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 12- ભારતીય 7, વિદેશી 5)
કિંગ્સ ઇલેવન પંજાબ- 36.20 કરોડ (ઉપલ્બધ સ્લોટઃ 15- ભારતીય 11, વિદેશી 4)
દિલ્હી કેપિટલ્સ - 25.50 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 10 - ભારતીય 7, વિદેશી 3)
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - 18.15 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 10 - ભારતીય 8, વિદેશી 2)
મુંબઈ ઈન્ડિયન - 11.15 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 7 - ભારતીય 6, વિદેશી 1)
રાજસ્થાન રોયલ્સ - 20.95 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 9 - ભારતીય 6, વિદેશી 1)
ચેન્નઈ સુપર કિંગ્સ - 8.40 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 2 - ભારતીય 2, વિદેશી 0)
સનરાઇઝર્સ હૈદરાબાદ - 9.70 કરોડ (ઉપલબ્ધ સ્લોટઃ 5 - ભારતીય 3, વિદેશી 2)