મોહાલીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી પર દંડ ફટકારવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે તેણે 12 લાખનો દંડ ભરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 'સ્લો ઓવર રેટ સાથે જોડાયેલી આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં ટીમનો પ્રથમ ગુનો હતો.' કોહલી પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 


આ પહેલા હાલની આઈપીએલ સિઝનમાં ધીમી ઓવર ગતિને કારણે અંજ્કિય રહાણે (રાજસ્થાન રોયલ્સ) અને રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ) પર પણ દંડ લાગી ચુક્યો છે. 



શનિવારે આઈપીએલની સિઝન-12માં પ્રથમ જીત મેળવ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, તેની ટીમના ખેલાડીઓએ આ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું, પરંતુ હવે તે સારૂ પ્રદર્શન કરવા ઈચ્છે છે. બેંગલુરીએ કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે બેંગલુરૂ 2 પોઈન્ટની સાથે છેલ્લા સ્થાને છે. 


મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું, 'આ સમયે ઈન્ટરવ્યૂ આપવું ખુબ સારૂ લાગી રહ્યું છે.' મેચ જીતીને ખુશી થઈ. આ પહેલાના મેચમાં ભાગ્ય અમારી સાથે નહતું. તે નહીં કહું કે બધા મેચમાં ભાગ્યએ અમારો સાથ ન આપ્યો, પરંતુ અમારે કેટલિક મેચ જીતવાની જરૂર હતી. આટલી નિરાશા બાદ પ્લેયરો સારૂ પ્રદર્શન કરવા ઈચ્છે છે અને અમે આ વિશે વાત કરી છે.