મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2019ના પ્લેઓફ મુકાબલા દરમિયાન થ્રી-ટીમ મહિલા ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝ પ્રમાણે, તેના મેચ ચેન્નઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ પર કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના ટી-20 મુકાબલા તે મેદાન પર સાંજે 4 કલાકે રમાશે, જે મેદાન પર રાત્રે 8 કલાકથી પુરૂષોના ટી-20 મેચ રમાશે. દરેક ટીમ એક-બીજા સામે ટકરાશે. તેવામાં તર્કસંગત મુશ્કેલીઓથી બચવા અને બ્રોડકાસ્ટર્સ (પ્રસારકો)ની સહમતિ મેળવવા માટે કરવામાં આવ્યું છે. ટોપ પર રહેનારી બે ટીમો 12 મેએ ચેન્નઈમાં યોજાનારી ફાઇનલમાં રમશે. 


Pro Kabaddi 2019: 7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ 


ગત વર્ષે આઈપીએલ દરમિયાન મુંબઈમાં મહિલાઓનો પ્રદર્શન મેચ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે તેનાથી વિપરીત ટૂર્નામેન્ટમાં વધુ વિદેશી ખેલાડીઓની સાથે 14-14 ખેલાડીઓની 3 ટીમો જોવા મળશે. ગત વર્ષે ટૂર્નામેન્ટમાં સામેલ થનારા કેટલાક મુખ્ય ખેલાડીઓ સિવાય આ વખતે ડેન વૈન નીકેર, ડિઆંડ્રા ડોટિન, મૈરીજેન કપ અને ચમારી અટ્ટાપટ્ટુ પણ રમી શકે છે.