કોલકત્તાઃ કોલકત્તા નાઇટરાઇડર્સે સતત બે મેચ ગુમાવ્યા છે અને તે જીતના રથ પર સવાર થવાનો પ્રયત્ન કરશે. રવિવારે (14 એપ્રિલ) કોલકત્તાનો મુકાબલો ઈડન ગાર્ડનમાં ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ થશે. કોલકત્તાને સુનીલ નરેનની ખોટ પડી રહી છે. તે પોતાની એક્શનને કારણે બોલર તરીકે વધુ સફળ રહ્યો નથી, પરંતુ બેટિંગમાં તેણે ટીમને સારી શરૂઆત અપાવી છે. આ ખુબ જરૂરી છે કારણ કે તેથી નિચલા ક્રમમાં આવનાર બેટ્સમેન ખાસ કરીને આંદ્રે રસેલને ખુલીને રમવાની તક મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગિલનું બેટિંગમાં પ્રમોશન કરવું એક યોગ્ય નિર્ણય હતો અને જ્યારે ઉથપ્પા સારા શોટ્સ લગાવી રહ્યો હતો તો નાઇટરાઇડર્સ ઝડપથી આગળ વધી રહી હતી. દિનેશ કાર્તિક પોતાની પ્રતિભા પ્રમાણે યોગદાન આપી શક્યો નથી. તેના યોગદાનથી ટીમ હંમેશા મોટો સ્કોર બનાવવામાં સફળ રહે છે. કુલદીપ યાદવને છોડીને બોલરોએ પણ નિરાશ કર્યાં છે. પ્રસિદ્ધ કૃષ્ણાને પણ માર પડ્યો અને રસેલ પણ સંઘર્ષ કરતો દેખાયો હતો. પીયૂષ ચાવલાની બોલિંગને લઈને તમામને ખ્યાલ આવી ગયો છે કે, તે ક્યા પ્રકારે બોલિંગ કરશે. 


ચેન્નઈની ટીમ આ સમયે ઉંચાઈઓ પર છે. અંતિમ ઓવરોમાં તેની રમત શાનદાર રહી છે અને આ કારણે તે અન્ય ટીમોની તુલનામાં વધુ સારી છે. પરંતુ ચેન્નઈએ તે ન ભૂલવું જોઈએ કે કોલકત્તા પોતાના ઘર પર મજબૂત ટીમ છે અને કોઈપણને ચોંકાવી શકે છે. તેથી ચેન્નઈની આ ટીમ વિરુદ્ધ થોડું સંભાળીને રમવાની જરૂર છે. ધોની ઝડપથી તે નારાજગી વાળી ઘટાને ભૂલીને આગળ વધવા ઈચ્છશે. તેના તરફથી આવી ઘટના ઓછી જોવા મળે છે. આ મેચ સાંજે 4 કલાકે શરૂ થશે.