જયપુરઃ કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે રવિવારે કહ્યું કે, ટીમમાં તેના સાથી અને વેસ્ટઈન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલ ડ્રેસિંગ રૂમમાં તોફાની ખેલાડી હોવા સિવાય ટી20 ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ છે. ગેલના ઓપનિંગ જોડીદાર રાહુલે કહ્યું કે, ઉમર વધવાની સાથે વેસ્ટઈન્ડિઝના આ ખેલાડીની ઉર્જા પણ વધતી લાગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ટીમના આઈપીએલ મેચથી પૂર્વ રાહુલે કહ્યું, ગેલ ટી20નો સર્વશ્રેષ્ઠ ટી20 બેટ્સમેન છે. પરંતુ તે હંમેશા મજાક કરતો રહે છે અને મારા પગ ખેંચવાનો પ્રયત્ન કરે છે. તે ડ્રેસિંગ રૂમનો સીનિયર ખેલાડી લાગે પરંતુ તે ડ્રેસિંગ રૂમમાં સૌથી નટખટ અને તોફાની ખેલાડી છે. તેણે કહ્યું, હું ગેલ સાથે ઘણું રમ્યો છું, મને આરસીબીમાં કેટલાક વર્ષો સુધી એક સાથે બેટિંગ કરવાની તક મળી અને તે મને 21 વર્ષનો છોકરો સમજે છે. હું તેની પાસે ઘણું શિખ્યો છું. મને તેનો સાથ પસંદ છે. 



IPL 2019: પંજાબ અને રાજસ્થાન વચ્ચે ટક્કર, ગેલ અને સ્મિથ પર રહેશે નજર


આજે રાત્રે 8 કલાકથી રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાન ટીમની કમાન અંજ્કિય રહાણે સંભાળશે, તો પંજાબની ટીમની આગેવાની ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કરશે. રાજસ્થાનની ટીમ પ્રથમ મેચમાં ઘરઆંગણે વિજય સાથે શરૂઆત કરવા ઈચ્છશે.