IPL 2019: હાર્દિક, રાહુલ અને વોર્નરે વિવાદોની ભુલીને કરી યાદગાર વાપસી
વિશ્વ કપના વર્ષમાં રમાયેલી આઈપીએલની સિઝન-12માં ફોકસ આંતરરાષ્ટ્રીય સિતારા, તેનું ફોર્મ અને ફિટનેસ પર હતું. આવો જાણીએ આગામી વનડે વિશ્વકપ પ્રમાણે આઈપીએલ 2019નું શું આઉટકમ રહ્યું?
નવી દિલ્હીઃ વિશ્વ કપના વર્ષમાં રમાયેલી આઈપીએલની 12મી સિઝનમાં ફોકસ આંતરરાષ્ટ્રીય સિતારો, તેના ફોર્મ અને ફિટનેસ પર હતું. વિશ્વ કપના ટાઇટલના પ્રબળ દાવેદારોમાંથી એક ભારત માટે સૌથી મોટો ફાયદો હાર્દિક અને રાહુલનું પ્રદર્શન રહ્યું. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે મેદાનની બહારના વિવાદોને ભૂલીને શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ડેવિડ વોર્નરે વિશ્વ કપ પહેલા વિરોધી ટીમો માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે. દક્ષિણ આફ્રિકાના 40 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરે ઉંમરને માત્ર આંકડો જણાવતા પોતાની ફિરકીનો જાદૂ વિખેર્યો હતો. વૃદ્ધ ઘોડાની ફોજ કહેવાતી એમએસ ધોનીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સને સતત સારા પ્રદર્શનનું ફળ મળ્યું. આ સિઝમાં 30થી વધુ મેચ અંતિમ ઓવરમાં જઈને પૂરા થયા હતા.
હાર્દિક, રાહુલ અને વોર્નરે વિવાદોને પાછળ છોડીને કર્યું કમબેક
એક ટીવી ચેટ શોમાં મહિલાઓ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને કારણે અસ્થાઇ પ્રતિબંધ બાદ પરત ફરેલા હાર્દિક અને રાહુલે આઈપીએલ 2019માં પોતાની પૂરી ઉર્જા સારા પ્રદર્શન પર લગાવી હતી. વિશ્વ કપ પહેલા ભારતીય ટીમ માટે આ સારા સંકેત છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ ઓપનર કેએલ રાહુલે 593 રન બનાવ્યા અને તે ડેવિડ વોર્નર (692) બાદ સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાન પર રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યા એક વાર ફરી 'ગેમ ચેન્જર' કે 'એક્સ ફેક્ટર' બનીને ઉભર્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 191થી વધુની સ્ટ્રાઇક રેટથી 402 રન બનાવ્યા, 14 વિકેટ લીધી અને 11 કેચ ઝડપ્યા હતા. ટીમ મેનેજમેન્ટને મોહમ્મદ શમી અને બુમરાહના કાર્યભારને લઈને ચિંતા હશે પરંતુ બંન્નેએ 19-19 વિકેટ ઝડપીને પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે.
IPL 2019 : 500ની ક્લબમાં 5 અલગ-અલગ ટીમોના ખેલાડી
રબાડાના સુપર યોર્કર માટે યાદ રહેશે આઈપીએલ 2019ની સિઝન
ડેવિડ વોર્નરે 692 રન બનાવીને શાનદાર વાપસી કરી. તેનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ અંતિમ મેચોમાં લયમાં પરત ફર્યો હતો. તેને વિશ્વ કપ પહેલા આઈપીએલ રમવા મોકલવાનો ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય સાબિત થતો દેખાઈ રહ્યો છે. રબાડાએ 25 વિકેટ ઝડપી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં તેને છ યોર્કર લાંબા સમય સુધી લોકોને યાદ રહેશે. ટૂર્નામેન્ટ પહેલા કાંડાના સ્પિનરો કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને લઈને ઘણી હાઇપ બનાવવામાં આવી હતી પરંતુ બંન્ને પર ભારે પડ્યો 40 વર્ષનો ઇમરાન તાહિર. તેની પારંપરિક લેગ બ્રેક અને ગુગલી બેટ્સમેનો માટે શ્રાપ સાબિત થઈ અને જેના દમ પર તેણે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ખુશીની વાત આંદ્રે રસેલનું ફોર્મ રહ્યું જેણે પોતાના દમ પર કેકેઆર માટે મોરચો સંભાળી 510 રન બનાવ્યા અને 11 વિકેટ ઝડપી હતી.
શાર્દુલની નબળાઈનો રોહિતે આમ ઉઠાવ્યો ફાયદો, મલિંગા સાથે શેર કર્યું હતું આ સીક્રેટ