નવી દિલ્હીઃ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ-12)માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો નિર્ણય થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (12 મેચ 692 રન)ના નામે આ સિઝનની ઓરેન્જ કેપ અને ચેન્નઈ સુપર કિંગ્સના લેગ સ્પિનર ઇમરાન તાહિર (26 વિકેટ)ના નામે પર્પલ કેપ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરને ફાઇનલ મેચ પહેલા પર્પલ કેપ મેળવવા માટે 2 વિકેટની જરૂર હતી. તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર દિલ્હી કેપિટલ્સના કગિસો રબાડા (25 વિકેટ) કરતા બે વિકેટ પાછળ હતો. તેણે ફાઇનલમાં મુંબઈના ઇશાન કિશનને આઉટ કરીને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. તેણે પોતાના દેશના રબાડાને પાછળ છોડી દીધો હતો. તો ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત બન્યું છે કે માત્ર 12 મેચ રમનાર ખેલાડીએ ઓરેન્જ કેપ જીતી છે. 


આ ત્રીજો અવસર છે જ્યારે ડેવિડ વોર્નરે ઓરેન્જ કેપ હાસિલ કરી છે. આ પહેલા તેણે 2015માં 562 અને 2017માં 641 રન બનાવીને ઓરેન્જ કેપ હાસિલ કરી હતી. કોઈએક સિઝનમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરને મળતી પર્પલ કેપ તાહિરે હાસિલ કરી છે. 


તાહિર કોઈ એક સિઝનમાં સર્વાધિક વિકેટ ઝડપનાર સ્પિનર પણ બની ગયો છે. તેણે સુનીલ નરેન (2012) અને હરભજન સિંહ (2013)ના 24-24 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. તે પ્રજ્ઞાન ઓઝા (2010માં 21 વિકેટ) બાદ પર્પલ કેપ હાસિલ કરનારો બીજો સ્પિનર બની ગયો છે. 


વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર ઓલરાઉન્ડર આંદ્રે રસેલે આ સિઝનમાં સૌથી વધુ 52 છગ્ગા ફટકાર્યા. કોલકત્તા નાઇડ રાઇડર્સ તરપથી રમનાર રસેલ આઈપીએલમાં સર્વાધિક છગ્ગા ફટકારનારવાના મામલામાં શિખર પર રહેનાર બીજો કેરેબિયન બેટ્મેન છે. ક્રિસ ગેલ ચાર વખત 2011, 2012, 2013 અને 2015)માં આ કારનામું કરી ચુક્યો છે. ગેલે આ વખતે 34 છગ્ગા ફટકાર્યા છે. કોઈ એક સિઝનમાં સર્વાધિક છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે 2012માં 59 છગ્ગા ફટકાર્યા હતા. 

ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર


બોલર ટીમ મેચ વિકેટ
ઇમરાન તાહિર ચેન્નઈ સુપરકિંગ્સ 16 26
કગિસો રબાડા દિલ્હી કેપિટલ્સ 12 25
દીપક ચહર ચેન્નઈ સુપરકિંગ્સ 17 22
શ્રેયસ ગોપાલ રાજસ્થાન રોયલ્સ 14 20
ખલીલ અહમદ હૈદરાબાદ 9 19

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર


બેટ્સમેન ટીમ મેચ રન
ડેવિડ વોર્નર હૈદરાબાદ 12 692
લોકેશ રાહુલ પંજાબ 14 593
ક્વિન્ટન ડિ કોક મુંબઈ 16 529
શિખર ધવન દિલ્હી 16 521
આંદ્રે રસેલ કોલકત્તા 14 510