IPL-2019 DC vs MI: પંતની તોફાની બેંટીંગ, દિલ્હીની જીતથી શરૂઆત
દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેંટીંગ કરવા આવેલી દિલ્હીની ટીમના રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. પરંતુ પ્રથમ મેચમાં જ મુંબઇની ટીમ 38 રનથી પરાજયી થઇ અને 19.2 ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી.
દિલ્હી/મુંબઇ: દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેંટીંગ કરવા આવેલી દિલ્હીની ટીમના રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. પરંતુ પ્રથમ મેચમાં જ મુંબઇની ટીમ 38 રનથી પરાજયી થઇ અને 19.2 ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી.
213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમ પહેલાથી જ દબાણમાં રમી રહી હતી. સૌ પ્રથમ કેપ્ટન રોહિત શર્મા 14 રન અને સૂર્યકુમાર યાદવ 2 રને આઉટ થયા હતા. ડી કોક સારી શરુઆત પછી 27 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. પોલાર્ડ 21 રને આઉટ થયો હતો. પોલાર્ડ અને યુવરાજ વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. હાર્દિક પંડ્યા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે યુવરાજ દ્વારા એકલા હાથે લડત આપીને 35 બોલમાં 53 રન કર્યા હતા. છતા 19.6 ઓવરના અંતે 176 રન બનાવી મુંબઇએ ઓલઆઇટ થઇ હતી. અને 38 રને પરાજય થયો હતો.
IPL 2019: આંદ્રે રસેલની તોફાની બેટિંગ, કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું
દિલ્હી તરફથી પ્રથમ બેટીંગ કરતા પૃથ્વી શો 6 બોલમાં 7 રન બનાવી મેક્લેનઘાનની ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ ખાસ કમાલ ન કરી શકતા 16 રને કેચ આઉટ થયો હતો. દિલ્હીએ 11.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. ઇનગ્રામ અને ધવનની જોડીને કટિંગે તોડી હતી. ઇનગ્રામ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. ઇનગ્રામ અને ધવન વચ્ચે 83 રનની ભાગીદારી નોંધાઈ હતી. પંતે આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. દિલ્હીને ટીમે 20 ઓવરના અંતે 212 રન કરીને 6 વિકેટ ગુમાવી હતી.
IPL 2019 : જોરદાર હાર વચ્ચે કેપ્ટન કોહલીએ શોધી નાખ્યો 'હીરો', હવે બનશે ટીમનું બ્રહ્માસ્ત્
બંન્ને ટીમોના પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ડી કોક, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બેન કટિંગ, મેક્લેનઘાન, રશીખ સલામ, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, કોલિન ઇનગ્રામ, પૌલ, અક્ષર પટેલ, તેવાટિયા, કાગિસો રબાડા, ટ્રેન્ટ બાઉલ્ટ, ઇશાંત શર્મા.