નવી દિલ્હીઃ આઈપીએલના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે, જે અત્યાર સુધી ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહી છે. દર વર્ષે દિલ્હી પોતાની ટીમમાં ઘણા ફેરફાર કરે છે, પરંતુ ટીમ નિષ્ફળ રહી છે. અત્યાર સુધી પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી. દિલ્હીએ આ સિઝનમાં પોતાના નામમાં ફેરફાર કર્યો છે અને દિલ્હી ડેરડેવિલ્સની જગ્યાએ કેપિટલ્સ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ સિઝનમાં દિલ્હીની ટીમ પાસે વધુ આશા રહેશે અને જોવાનું છે કે ટીમ ક્યાં સુધી પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કેપિટલ્સ ટીમ રોસ્ટર
શ્રેયસ અય્યર, રિષભ પંત, અમિત મિશ્રા, ક્રિસ મોરિસ, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા, મનજોત કાલરા, કોલિન મુનરો, કગિસો રબાડા, સંદીપ લામિચાને, ટ્રેન્ટ બોલ્ટ, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, અંકુશ બેંસ, નાથૂ સિંહ, કોલિન ઇન્ગ્રામ, શેરફેન રદરફોર્ડ, કીમો પોલ, જલજ સક્સેના, પૃથ્વી શો, શિખર ધવન અને બંદારૂ અયપ્પા. 


ટીમ માલિકઃ જીએમઆર ગ્રુપ અને જીએસડબ્લ્યૂ


દિલ્હી કેપિટલ્સની ટીમનું વિશ્લેષણ
ટીમની તાકાતઃ
દિલ્હીની ટીમની સૌથી મોટી તાકાત તેની બેટિંગ છે અને ખાસ કરીને ટીમે હરાજીમાં ધવનને પોતાની ટીમમાં સામેલ કર્યો, જેથી તેને મજબૂતી મળશે. આ સિવાય ટીમમાં શ્રેયસ અય્યર, પૃથ્વી શો અને રિષભ પંત જેવા યુવા બેટ્સમેનો પણ છે. આ સિવાય બોલિંગમાં કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ડ જેવા બોલરો છે. 


ટીમની નબળાઈઃ દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી નબળાઇ ભારતીય ફાસ્ટ બોલર છે, જ્યાં તેની પાસે વિકલ્પ નથી. આવેશ ખાને ગત સિઝનમાં પ્રભાવિત કર્યા હતા, પરંતુ તે ઘણો મોંઘો સાબિત થયો હતો. આ સિવાય ઇશાંત શર્મા નિર્ધારિત ઓવરના ફોર્મેટમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ટીમની પાસે ફિનિશરની ભૂમિકા માટે કોઈ યોગ્ય ખેલાડી નથી, જેની ટીમને ખોટ પડી શકે છે. 


ટીમની પાસે તકઃ દિલ્હીની ટીમમાં ટેલેન્ટની કમી નથી. આ વર્ષે ઘણા પ્રતિભાશાળી ખેલાડી ટીમાં હાજર છે, જેની પાસે આશા છે. પૃથ્વી શો, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેવા ખેલાડીઓ પાસે શાનદાર તક છે. અમિત મિશ્રા અને અક્ષર પટેલની સ્પિન જોડી પર પણ દારોમદાર રહેશે. 


ટીમ માટે ખતરોઃ ટીમની પાસે દર વર્ષે શાનદાર તક રહે છે પરંતુ ટીમ દર વખતે ચુકી જાય છે. દિલ્હીની પાસે સાઉથ આફ્રિકાના બે ફાસ્ટ બોલર છે, જે લગભગ આખી સિઝન હાજર ન રહે. ટીમની પાસે વિકલ્પોની કમી છે. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇનિંગ ઇલેવન
શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિષભ પંત, હનુમા વિહારી, કોનિન ઇન્ગ્રામ, અક્ષર પટેલ, ક્રિસ મોરિસ, સંદીપ લામિચાને, ઇશાંત શર્મા અને ટ્રેન્ટ બોલ્ટ. 


દિલ્હી કેપિટલ્સનો અત્યાર સુધીનો કાર્યક્રમ


1. દિલ્હી vs મુંબઈ (24 માર્ચ, રાત્રે 8 કલાકે, મુબંઈ)


2. દિલ્હી vs ચેન્નઈ (26 માર્ચ, રાત્રે 8 કલાકે, દિલ્હી)


3. દિલ્હી vs કોલકત્તા  (30 માર્ચ, રાત્રે 8 કલાકે, દિલ્હી)


4. દિલ્હી vs પંજાબ (1 એપ્રિલ, રાત્રે 8 કલાકે, મોહાલી)


5. દિલ્હી vs હૈદરાબાદ (4 એપ્રિલ, રાત્રે 8 કલાકે, દિલ્હી)