IPL 2019: દિલ્હી અને પંજાબ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મજબૂત
દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મળેલા 40 રનના પરાજય બાદ આઠ ટીમોના ટેબલમાં ત્રીજા સ્થાને ખસકી ગઈ છે. ગુરૂવારે રમાયેલા આ મેચ પહેલા બીજા સ્થાન પર હતી.
નવી દિલ્હીઃ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં ગુરૂવાર દિલ્હી કેટિપલ્સની ટીમને ત્રણ મેચોથી ચાલ્યા આવતા વિજયરથને મુંબઈ ઈન્ડિયાએ રોકી દીધો હતો. હવે આ ટીમ ફરી આજે પોતાના મેદાનમાં ઉતરશે અને આ વખતે તેની સામે હશે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ, જે આ મેચ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડિયન્ય વિરુદ્ધ મળેલી 40 રનની હાર બાદ દિલ્હીની ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ હતી. ગુરૂવારે રમાયેલી મેચ પહેલા તે બીજા સ્થાને હતી.
તેવામાં દિલ્હીનો પ્રયત્ન જીતના પાટા પર પરત ફરવાની સાથે ટેબલમાં પોતાનું સ્થાન ફરીથી હાસિલ કરવા પર હશે. કેપ્ટન રવિચંદ્રન અશ્વિન સિવાય મુઝીબ ઉર રહમાન અને મુરૂગન અશ્વિન જેવા શાનદાર સ્પિન બોલરોથી લેસ પંજાબની ટીમ કોટલાની ધીમી વિકેટ પર રમવા માટે આતુર હશે. મહેમાન ટીમમાં હાજર અનુભવી મોહમ્મદ શમી અને પ્રતિભાશાળી અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલરોને ન ભૂલવા જોઈએ. બીજીતરફ દિલ્હીની ટીમ ઘરની બહાર કરેલા શાનદાર પ્રદર્શનને પોતાના ઘરઆંગણે પુનરાવર્તિત કરવા ઈચ્છશે.
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેવા શાનદાર બેટ્સમેનોને ગત મેચમાં કોટલાની ધીમી વિકેટ પર રમવામાં મુશ્કેલી થઈ હતી. ગત મેચના પરિણામ બાદ યજમાન ટીમની પસંદગી પર પણ સવાલ ઉભા થયા, કારણ કે ધીમી વિકેટ પર પ્રતિભાશાળી સ્પિન બોલર સંદીપ લામિછાનેના સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કીમો પોલને તક આપવામાં આવી હતી.
દિલ્હી જો આ સિઝનમાં પ્લે-ઓફમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તો તેના બેટ્સમેનોએ તે તર્ક આપવાનું બંધ કરવું પડશે કે વિકેટ ધીમી છે અને બોલ સારી રીતે બેટ પર આવતો નથી, કારણ કે તે સમજે છે કે, ટૂર્નામેન્ટમાં કોટલાની વિકેટ આવી જ રહેશે. બોલરોએ ગત મેચમાં પણ સારૂ પ્રદર્શન કર્યું અને આગામી મેચમાં પણ પ્રશંસક ઈચ્છશે કે તે દમદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવે.