નવી દિલ્હીઃ ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)માં જીતની હેટ્રિક લગાવી ચુકેલી બેંગલુરૂની સામે રવિવારે દિલ્હીનો પડકાર હશે. દિલ્હીની ટીમ બેંગલુરૂની સાથે રમાનારી આ મેચને જીતીને પ્લેઓફમાં લગભગ પોતાનું સ્થાન પાક્કુ કરવા ઈચ્છશે. બીજી તરફ વિરાટ કોહલીની આગેવાનીમાં બેંગલુરૂની ટીમ જીતની લય બનાવી રાખવા ઈચ્છશે. તેણે પ્લેઓફની રેસમાં બન્યા રહેવા માટે પોતાના બાકીના ત્રણેય મેચમાં જીત મેળવવી જરૂરી છે. અત્યારે તેને 11 મેચોમાં ચાર જીતની સાથે આઠ પોઈન્ટ છે. દિલ્હી આ સમયે 11 મેચોમાં સાત જીતની સાથે 14 પોઈન્ટ મેળવીને ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ બેંગલુરૂ અને દિલ્હીની ટૂર્નામેન્ટમાં બીજી મેચ હશે. પ્રથમ મેચમાં દિલ્હીએ વિજય મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂએ ગત મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને પોતાના ઘરમાં 17 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં એબી ડિવિલિયર્સે 82 રન બનાવ્યા હતા. બેંગલુરૂએ ફરી એકવાર તેની પાસેથી આશા હશે. વિરાટ કોહલી પણ ફોર્મમાં છે. ટીમની ચિંતા બેટિંગથીવધુ બોલિંગમાં છે. ડેલ સ્ટેન આવવાથી ટીમને તાકાત મળી હતી. પરંતુ તે ઈજાગ્રસ્ત થઈને પરત ફરી ગયો છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી પણ સ્વદેશ પરત ફરવાથી બેંગલુરૂને ઝટકો લાગ્યો છે. તે વિશ્વ કપની તૈયારી માટે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. 


બીજી તરફ દિલ્હીએ પોતાના ગત મેચમાં રાજસ્થાન રોયલ્સને તેના ઘરમાં છ વિકેટથી પરાજય આપ્યો હતો. દિલ્હી માટે શિખર ધવન, રિષભ પંત, શ્રેયર અય્યર, કોલિન ઇન્ગ્રામ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ટીમની બોલિંગ પણ શાનદારછે. તેની પાસે કાગિસો રબાડાના રૂપમાં ખુબ આક્રમક બોલર છે. ક્રિસ મોરિસ, ઈશાંત શર્મા પણ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. સ્પિન બોલિંગની જવાબદારી અક્ષર પટેલ, અમિત મિશ્રા અને સંદીપ લામિછાને સંભાળશે.