હૈદરાબાદઃ આઈપીએલના રોમાચંક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ મલિંગાએ માત્ર સાત રન આપ્યા હતા. ચેન્નઈને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી પરંતુ મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈની ઈનિંગ


20મી ઓવર, બોલર- લસિથ મલિંગા, વોટસન રનઆઉટ, શાર્દુલ ઠાકુર LBW આઉટ


19મી ઓવર, બોલર- જસપ્રીત બુમરાહ, ડ્વેન બ્રાવો 15 રન બનાવી આઉટ
ચેન્નઈ સુપર કિંગ્સ 141/5, શેન વોટસન 76, જાડેજા 4


18મી ઓવર, બોલર- ક્રુણાલ પંડ્યા, વોટસને ત્રણ છગ્ગા ફટકાર્યા
ચેન્નઈ સુપર કિંગ્સ 132/4, શેન વોટસન 75, ડ્વેન બ્રાવો 15


17મી ઓવર, બોલર- બુમરાહ
ચેન્નઈ સુપર કિંગ્સ 112/4, શેન વોટસન 56, ડ્વેન બ્રાવો 14
 


16મી ઓવર, બોલરઃ મલિંગા, વોટનસે પોતાની અડધી સદી પૂરી કરી
ચેન્નઈ સુપર કિંગ્સ 108/4, શેન વોટસન 55, ડ્વેન બ્રાવો 12


15મી ઓવર, બોલરઃ મેક્લેનઘન
ચેન્નઈ સુપર કિંગ્સ 88/4, શેન વોટસન 42, ડ્વેન બ્રાવો 5


14મી ઓવર, બોલરઃ રાહુલ ચહર
ચેન્નઈ સુપર કિંગ્સ 85/4, શેન વોટસન 42, ડ્વેન બ્રાવો 2


13મી ઓવર, બોલરઃ મિશેલ મૈક્લેનઘન, મુંબઈને મળી મોટી સફળતા, ધોની 2 રન બનાવી રનઆઉટ


12મી ઓવર, બોલરઃ રાહુલ ચહર
ચેન્નઈ સુપર કિંગ્સ 79/3, શેન વોટસન 40, એમએસ ધોની 1


11મી ઓવર, બોલરઃ જસપ્રીત બુમરાહ, ચેન્નઈએ અંબાતી રાયડૂ (1)ની વિકેટ ગુમાવી
ચેન્નઈ સુપર કિંગ્સ 73/3, શેન વોટસન 35, એમએસ ધોની 0

10મી ઓવર, બોલર- રાહુલ ચહર. સુરેશ રૈના (8) રન બનાવી LBW આઉટ
ચેન્નઈ સુપર કિંગ્સ 70/1 , શેન વોટસન 33, અંબાતી રાયડૂ 


9મી ઓવર,  મિશેલ મૈક્લેનઘન
ચેન્નઈ સુપર કિંગ્સ 70/1 , શેન વોટસન 33, સુરેશ રૈના 8


8મી ઓવર, બોલર- રાહુલ ચહર
ચેન્નઈ સુપર કિંગ્સ 60/1 , શેન વોટસન 25, સુરેશ રૈના 7


7મી ઓવર, બોલર- મિશેલ મૈક્લેનઘન
ચેન્નઈ સુપર કિંગ્સ 57/1 , શેન વોટસન 24, સુરેશ રૈના 5


છઠ્ઠી ઓવર, બોલર- લસિથ મલિંગા
ચેન્નઈ સુપર કિંગ્સ 53/1 , શેન વોટસન 23, સુરેશ રૈના 3


પાંચમી ઓવર, બોલર- જસપ્રીત બુમરાહ
ચેન્નઈ સુપર કિંગ્સ 38/1 , શેન વોટસન 9, સુરેશ રૈના 3


ચોથી ઓવર, બોલર- ક્રુણાલ પંડ્યા, ડુ પ્લેસિસ (26) રન બનાવી સ્ટમ્પ આઉટ 
ચેન્નઈ સુપર કિંગ્સ 33/1, શેન વોટસન 7, સુરેશ રૈના 0 


ત્રીજી ઓવર, બોલર- લસિથ મલિંગા
ચેન્નઈ સુપર કિંગ્સ 19/0 , ડુ પ્લેસિસ 12, શેન વોટસન 7


બીજી ઓવર, બોલર- ક્રુણાલ પંડ્યા
ચેન્નઈ સુપર કિંગ્સ 12/0 , ડુ પ્લેસિસ 6, શેન વોટસન 6 


પ્રથમ ઓવર, બોલર-મિશેલ મૈક્લેનઘન
ચેન્નઈ સુપર કિંગ્સ 7/0 , ડુ પ્લેસિસ 5, શેન વોટસન 2 


પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા છે અને ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી પોલાર્ડે સૌથી વધુ 41* રન બનાવ્યા હતા. તેણે 25 બોલનો સામનો કરતા 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ડિ કોક 29, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ 15-15, હાર્દિક પંડ્યા 16, ઇશાન કિશને 23 રનનું યોગદાન આપ્યું હતું. 


દીપક ચહરે 26 રનમાં 3, શાર્દુલે 37 રન આપીને 2, અને તાહિરે 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

20મી ઓવર, બોલર-ડ્વેન બ્રાવો, મિશેલ મૈક્લેનઘન રન આઉટ 
મુંબઈ 149/8 પોલાર્ડ 41, જસપ્રીત બુમરાહ 0


19મી ઓવર, બોલર-દીપક ચહર, ચેન્નઈને મળી બે સફળતા, હાર્દિક પંડ્યા (16) અને રાહુલ ચહર (0) પર આઉટ
મુંબઈ 140/7, પોલાર્ડ 32, મિશેલ મૈક્લેનઘન 0

18મી ઓવર, બોલર- શાર્દુલ ઠાકુર 
મુંબઈ 136/5, પોલાર્ડ 32, હાર્દિક 12


17મી ઓવર, બોલર- ઇમરાન તાહિર
મુંબઈ 120/5, પોલાર્ડ 24, હાર્દિક 4


16મી ઓવર, બોલર- રવિન્દ્ર જાડેજા
મુંબઈ 110/5,  પોલાર્ડ 16, હાર્દિક પંડ્યા 2


15મી ઓવર, બોલર- ઇમરાન તાહિર, ઇશાન કિશન (23) રન બનાવી આઉટ
મુંબઈ 102/5, પોલાર્ડ 10, હાર્દિક પંડ્યા 0


14મી ઓવર, બોલર- રવિન્દ્ર જાડેજા
મુંબઈ 94/4, ઇશાન કિશન 23, પોલાર્ડ 2


13મી ઓવર, બોલર- શાર્દુલ ઠાકુર, ક્રુણાલ પંડ્યા (7) રન બનાવી આઉટ, મુંબઈએ ચોથી વિકેટ ગુમાવી
મુંબઈઃ 90/4 ઇશાન કિશન 21, પોલાર્ડ 0 


12મી ઓવર, બોલર- ઇમરાન તાહિર, સૂર્યકુમાર યાદવ (15)ને બોલ્ડ કરીને ચેન્નઈને અપાવી ત્રીજી સફળતા
મુંબઈઃ 85/0 , ઇશાન કિશન 20, ક્રુણાલ પંડ્યા 3

11મી ઓવર, બોલર- હરભજન સિંહ
મુંબઈઃ 80/0 , સૂર્યકુમાર 13, ઇશાન કિશન 20


10મી ઓવર, બોલર-ડ્વેન બ્રાવો
મુંબઈઃ 70/2 , સૂર્યકુમાર યાદવ 8, ઇશાન કિશન 16


નવમી ઓવર, બોલર- હરભજન સિંહ
મુંબઈઃ 58/0 , સૂર્યકુમાર 7, ઇશાન કિશન 5

આઠમી ઓવર, બોલર- ડ્વેન બ્રાવો
મુંબઈ 53/2, સૂર્યકુમાર 5, ઇશાન કિશન 3


સાતમી, બોલર- હરભજન સિંહ
મુંબઈ 50/2, સૂર્યકુમાર યાદવ 3, ઇશાન કિશન 2


પાવરપ્લેમાં ચેન્નઈને મળી બે સફળતા
પાવરપ્લેમાં મુંબઈના બંન્ને ઓપનરો ડિ કોક અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ચેન્નઈના બોલરોએ વાપસી કરતા બંન્ને ઓપનરો ડિ કોક (29) અને રોહિત શર્મા (15)ને આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ડિ કોકને શાર્દુલ ઠાકુર અને રોહિતને દીપક ચહરે આઉટ કર્યો હતો. 

છઠ્ઠી ઓવર, બોલરઃ દીપક ચહર, ચેન્નઈને અપાવી બીજી સફળતા રોહિત શર્મા 15 રન બનાવી આઉટ
મુંબઈઃ 45/2 , સૂર્યકુમાર 0, ઇશાન કિશન 0 


પાંચમી ઓવર, બોલર- શાર્દુલ ઠાકુર- ચેન્નઈને મળી પ્રથમ સફળતા, ડી કોક 29 રન બનાવી આઉટ
મુંબઈઃ 45/1 ,  રોહિત શર્મા 15, સૂર્યકુમાર યાદવ 1


ચોથી ઓવર, બોલર- હરભજન સિંહ
મુંબઈઃ 37/0 ,  રોહિત શર્મા 14, ડિ કોક 22

ત્રીજી ઓવર, બોલર- દીપક ચહર
મુંબઈઃ 30/0 ,  રોહિત શર્મા 9, ડિ કોક 20


બીજી ઓવર, બોલર- શાર્દુલ ઠાકુર
મુંબઈઃ 10/0 ,  રોહિત શર્મા 9, ડિ કોક 1


પ્રથમ ઓવર- મુંબઈ 2/0
રોહિત શર્મા 1 અને ડિ કોક 1 રને રમતમાં 

મુંબઈએ કર્યો એક ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. તેણે જયંત યાદવના સ્થાને મિશેલ મેક્લેનઘનને તક આપી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલની દસ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે અને તે રેકોર્ડ આઠમી વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. તેમાંથી ત્રણ વખત તે ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે. ત્રણ વખત તેણે ટાઇટલ જીત્યું છે. 


આઈપીએલમાં આ ચોથો અવસર હશે જ્યારે મુંબઈ અને ચેન્નઈ ફાઇનલમાં આમને-સામને હશે. આઈપીએલના ફાઇનલની વાત કરીએ તો મુંબઈનું પલડું ચેન્નઈ પર ભારે રહ્યું છે. ફાઇનલમાં અત્યાર સુધી મુંબઈ બે અને ચેન્નઈ એક વખત જીત મેળવવામાં સફળ રહ્યું છે. મુંબઈએ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈને હરાવ્યું હતું. એમએસ ધોની નવમી વખત આઈપીએલ ફાઇનલ રમશે. 


આ સિઝનમાં મુંબઈએ 3 વખત ચેન્નઈને પરાજય આપ્યો, જેમાં બે લીગ મેચ અને એક ક્વોલિફાયર મુકાબલો સામેલ છે. મુંબઈએ ચેન્નઈ વિરુદ્ધ 2010માં આઈપીએલ ફાઇનલ ગુમાવી હતી, તે સમયે ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતો. ત્યારબાદ મુંબઈએ 2013 અને 2015ના આઈપીએલના ફાઇનલમાં ચેન્નઈને હરાવ્યું છે, આ દરમિયાન રોહિત શર્મા મુંબઈનો કેપ્ટન હતો. 


શું હોઈ શકે છે મુંબઈની પ્લેઇંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ડિ કોક આ સિઝનમાં સૌથી શાનદાર ઓપનિંગ જોડીઓમાંથી એક સાબિત થઈ છે તો મધ્યમ ક્રમમાં સૂર્યકુમાર યાદવે ટીમને ઘણી વખત સંભાળી છે. આ સિઝન ટીમની એક અલગ તાકાત અંતિમ ઓવરોમાં ઝડપથી રન ફટકારવાની રહી છે અને તેમાં હાર્દિક પંડ્યાએ મોટી ભૂમિકા નિભાવી છે. હાર્દિકને પોલાર્ડનો સારો સાથ મળ્યો છે. બોલિંગમાં તેની પાસે બે એવા બોલર છે જે ડેથ ઓવરોમાં રન બનાવવા મુશ્કેલ કરી દે છે. જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાની જોડી ચેન્નઈ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 


ચેન્નઈમાં છે મોટા નામ
ચેન્નઈની પાસે બેટિંગમાં સારા અને મોટા નામ છે. શેન વોટસન, સુરેશ રૈના, ફાફ, બ્રાવો, રાયડૂ અને કેપ્ટન પોતે પણ છે. બોલિંગની જવાબદારી અનુભવી હરભજન સિંહ અને ઇમરાન તાહિર પાસે હશે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન
ચેન્નઈ સુપર કિંગ્સઃ શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, ઇમરાન તાહિર, શાર્દુલ ઠાકુર. 


મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિન્ટન ડિ કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, પોલાર્ડ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, મિશેલ મેક્લાનઘન.