નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019નો ફાઇનલ મુકાબલો રમાશે. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી ઘટના છે જ્યારે આ બંન્ને ટીમો ટાઇટલ મુકાબલામાં આમને-સામને હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વખત આ બંન્ને ટીમો 2010માં આઈપીએલ ફાઇનલમાં ટકરાઇ હતી. આ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી. ત્યારે એમએસ ધોનીની આગેવાનીમાં ટીમે સચિન તેંડુલકરની મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો હતો. બંન્ને ટીમો 2013 અને 2015ના ફાઇનલમાં રમી અને બંન્ને વખત રોહિત શર્માની મુંબઈ ભારે પડી હતી. 2019નો ફાઇનલ જીતનારી ટીમ આઈપીએલ ઈતિહાસમાં ચાર વખત ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની જશે. 


202/5 બનાવ્યા હતા મુંબઈએ 2015ના ફાઇનલ મુકાબલામાં. આ બંન્ને ટીમો દ્વારા ફાઇનલમાં બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર છે. 


125/9 બનાવ્યા હતા ચેન્નઈ સુપર કિંગ્સે 2015ના ફાઇનલ મેચમાં. આ બંન્ને ટીમો વચ્ચે રમાયેલી ફાઇનલમાં સૌથી ઓછો ટીમ સ્કોર છે. 


 


IPL 2019 Final MI vs CSK: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ફાઇનલ ફાઇટ, જાણો કોણ છે કોના પર ભારે


123 રન બનાવ્યા છે કાયરન પોલાર્ડે બંન્ને ટીમો વચ્ચે રમાયેલા ફાઇનલ મુકાબલામાં. આ બંન્ને ટીમોમાં કુલ મળીને કોઈપણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર છે. આ સિવાય પોલાર્ડના નામે ફાઇનલમાં સૌથી વધુ છગ્ગા (8) અને ચોગ્ગા (12) ફટકારવાનો પણ રેકોર્ડ છે. 


68 રન બનાવ્યા હતા મુંબઈ ઈન્ડિયન્સના લિંડલ સિમન્સે 2015ના ફાઇનલમાં. આ ફાઇનલ મુકાબલામાં બંન્ને ટીમોનો કોઈપણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. 


6 અડધી સદી લાગી છે બંન્ને ટીમો વચ્ચે રમાયેલા ફાઇનલ મુકાબલામાં. 


40 છગ્ગા લાગ્યા છે બંન્ને ટીમો વચ્ચે ફાઇનલમાં. 


IPL 2019: જ્યારે ધોનીના ફેન્સ પર ગુસ્સે થઈ જીવા, જુઓ વીડિયો '


બોલિંગની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોના નામે બંન્ને ટીમો વચ્ચે રમાયેલા ફાઇનલ મુકાબલામાં સૌથી વધુ વિકેટ (6) લેવાનો રેકોર્ડ છે.