નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે મોટો નિર્ણય લેતા આઈપીએલની 12મી  સિઝનમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. મેક્સવેલ સિઝન-11મા દિલ્હી ડેયરડેવિલ્સની ટીમમાં સામેલ હતો, જેનું  નામ હવે બદલીને દિલ્હી કેપિટલ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેક્સવેલ સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચે પણ આઈપીએલની સિઝન-12માથી બહાર  રહેવાનો નિર્ણય લીધો છે. ફિન્ચ ગત વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતર્યો હતો. 


આ બંન્ને ખેલાડીને ટી-20 ક્રિકેટના સૌથી મોટા ખતરનાક ખેલાડી માનવામાં આવે છે. ગત સિઝનમાં બંન્ને  ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ફ્રેન્ચાઇઝીને નિરાશ કર્યા હતા. 


લાઇફસ્ટાઇલ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ મારી ફેશન જગતમાં એન્ટ્રી


આઈપીએલની 11મી સિઝનમાં ગ્લેન મેક્સવેલને 12 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 14.08ની સામાન્ય  એવરેજથી માત્ર 169 રન બનાવ્યા હતા. મેક્સવેલનો આ દરમિયાન સર્વાધિક સ્કોર 47 રન રહ્યો હતો. 


તો બોલિંગમાં પણ મેક્સવેલ ફ્લોપ રહ્યો હતો. તેણે 12 મેચમાં માત્ર પાંચ વિકેટ ઝડપી હતી. 

INDvsAUS: એડિલેડ ટેસ્ટ લાઇવ અપડેટ્સ


કિંગ્સ ઇલેવન માટે ગત સિઝનમાં ફિન્ચનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. ફિન્ચ પંજાબ માટે સિઝન-11મા 10  વખત મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેનું બેટ ખામોશ રહ્યું હતું. તેણે માત્ર 134 રન બનાવ્યા હતા. 


આજ કારણ છે કે આઈપીએલ 2019ની નવી સિઝન માટે બંન્ને ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીઓને રિલીઝ કરી દીધા  હતા.