નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે વિવાદ આ સમયે લગભગ પડછાયાની જેમ ચાલી રહ્યાં છે. અભિનેત્રી ક્રસ્ટલ ડી 'સુઝા'એ સોશિયલ મીડિયા પર હાર્દિકની સાથે એક તસ્વીર શેર કરી ત્યારબાદ અભિનેત્રીને ઘણા લોકો ટ્રોલ કરવા લાગ્યા છે. એક વ્યક્તિએ રંગભેદી ટિપ્પણી કરી હાર્દિકને નિશાન બનાવતા લખ્યું, 'કાળૂ ભાઈ, તમે વેસ્ટ ઈન્ડિઝની વિશ્વ કપની ટીમમાં કેમ પસંદ ન કરાયા?.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રસ્ટલે ઇન્સ્ટાગ્રામ પર હાર્દિકની સાથે એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું, 'મારા ભાઈ જેવું કોઈ હાર્ડ ઇચ નથી.' જ્યારે તેણે આ તસ્વીર પોસ્ટ કરી તો ઘણા લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ક્રસ્ટલે વ્યક્તિને જવાબ આપતા લખ્યું, 'ધિક્કારપાત્ર અને ધૃણાસ્પદ.'



અભિનેતા અપારશક્તિ ખુરાનાએ સમીર નામના એક વ્યક્તિને જવાબ આપતા લખ્યું, 'મને લાગે છે કે તમારે આ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ અને ચોક્કસપણે આ પ્રકારની ભાષાનો ઉપયોગતો ન જ કરવો જોઈએ. અમે બધા હાર્દિકને પસંદ કરીએ છીએ કારણ કે તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.' પરંતુ તમારે આ સમયે વિશ્વ કપ પહેલા ભારતીય ટીમનો જુસ્સો વધારવો જોઈએ. 



ક્રસ્ટલે ખુરાનાના જવાબ પર લખ્યું, 'તમે યોગ્ય રીતે તમારી વાત રાખી. લોકોને ટેગ ઘણો ધિક્કારપાત્ર અને ધૃણાસ્પદથી ભરેલા થઈ ગયા છે કારણ કે તે વિચારે છે કે સ્ક્રીન પર બેસી ટાઇપ કરવાથી તે બચી જશે.' મને લાગે છે કે ઘણીવાર અજ્ઞાનતા આશીર્વાદની જેમ હોય છે. આ લોકોના નિવેદન તેના પ્રદર્શનમાં કોઈપણ પ્રકારની અસર કરશે નહીં, તેમ છતાં પણ ધન્યવાદ.