મોહાલીઃ આઈપીએલ 2019માં શાનદાર શરૂઆત કરનાર કિંગ્સ ઈલેવન પંજાબ જ્યારે આજે રાજસ્થાન રોયલ્સનો સામનો કરવા ઉતરશે તો દવાબમાં હશે. તે સતત બે મેચ ગુમાવી ચુક્યું છે અને તેના પર હારની હેટ્રિકનો ખતરો છે. આજે (16 એપ્રિલ) પંજાબ અને રાજસ્થાન વચ્ચે મોહાલીના વાઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં યોજાશે. રાજસ્થાન આ દરમિયાન ગત મેચમાં મળેલી હારનો બદલો લેવાનો પ્રયત્ન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિઝનમાં બંન્ને ટીમો વચ્ચે આ બીજો મેચ છે. પ્રથમ મેચમાં પંજાબે રાજસ્થાનને પરાજય આપ્યો હતો. તે મેચ માંકડિંગને કારણે વિવાદોમાં રહ્યો હતો. પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાનના જોસ બટલરને માંકડિંગ આઉટ કરી દીધો હતો.રાજસ્થાન તે મેચમાં જીતતા હારી ગઈ હતી જેમાં બટલરની વિકેટ મહત્વની રહી હતી. 


પંજાબને છેલ્લા બે મેચમાં હાર મળી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાના ઘરમાં પરાજય આપ્યો હતો તો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ પંજાબને તેના ઘરમાં હરાવ્યું હતું. આ મેચમાં પંજાબની સામે એવી ટીમ છે જેનું આ સિઝનમાં પ્રદર્શન સારૂ રહ્યું નથી. રાજસ્થાન આ સમયે પોઈન્ટ ટેબલમાં સાત મેચોમાં બે જીત અને પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. ગત મેચમાં મુંબઈને તેના ઘરમાં પરાજય આપ્યા બાદ રાજસ્થાનની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. 


કિંગ્સ ઇલેવન પંજાબ
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ  નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન,  મંદીપ સિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુર્ગન અશ્વિન.


રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર,  જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ.