IPl 2019: અમ્પાયરે ફરી કરી ભૂલ, અશ્વિને એક ઓવરમાં ફેંક્યા 7 બોલ
શનિવારે પંજાબના મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલો મેચ અમ્પાયરની એક મોટી ભૂલને કારણે 7 બોલથી શરૂ થયો હતો.
મોહાલીઃ આઈપીએલ 2019માં નો-બોલનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી તો એક બીજો વિવાદ સામે આવી ગયો છે. શનિવારે મોહાલીમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં અમ્પાયરની ભૂલને કારણે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિે પોતાની ઓવરમાં સાત બોલ ફેંકવા પડ્યા છે.
આ મેચમાં ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ અશ્વિને પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં અમ્પાયરે ધ્યાન ન આપવાને કારણે તેણે સાત બોલ ફેંકવા પડ્યા છે. તેના સાતમાં બોલ પર ડિ કોકે ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 7 રન સુધી પહોંચાડી દીધો હતો.
આવી રહી ઓવર....
પ્રથમ બોલ- અશ્વિને પ્રથમ બોલ ફેંક્યો. સામે હતો મુંબઈનો કેપ્ટન રોહિત શર્માએ કોઈ રન ન લીધો.
બીજો બોલ- અશ્વિનના બીજા બોલ પર રોહિતે કવરમાં શોટ રમીને એક રન પૂરો કર્યો. ત્યારબાદ ડિ કોકને સ્ટ્રાઇક આવી હતી.
ત્રીજો બોલ- અશ્વિને ત્રીજો બોલ રમ્યો અને કોઈ રન ન બન્યો.
ચોથો બોલ- અશ્વિનના ચોથા બોલ પર ડિ કોકે એક રન લીધો. આ સાથે મુંબઈનો સ્કોર 2 રન ઈઈ ગયો.
5મો બોલ- રોહિત શર્માએ અશ્વિનો પાંચમો બોલ રમ્યો. આ બોલ પર કોઈ રન ન બન્યો.
છઠ્ઠો બોલ- અશ્વિનની ઓવરના છઠ્ઠા બોલ પર રોહિત શર્માએ એક રન લીધો.
ત્યારબાદ ઓવર પૂરી થવાની હતી પરંતુ અમ્પાયરની ભૂલને કારણે અશ્વિને વધુ એક બોલ ફેંકવો પડ્યો, જેના પર ડિ કોકે બાઉન્ડ્રી ફટકારી. આ પ્રકારે અશ્વિને 7 બોલની ઓવર ફેંકી હતી.
IPL 2019: આઈપીએલમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો ક્રિસ ગેલ
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ગુરૂવારે રમાયેલા મેચમાં અમ્પાયર સુંદરમ રવિએ ભૂલ કરી હતી ત્યારબાદ તેની ખૂબ ટીક્કા થઈ હતી. બેંગલુરૂનો કેપ્ટન વિરાટ કોહલી રૂમમાં જઈને તેના પર ગુસ્સે થયો હતો.
મહત્વનું છે કે, આ મેચમાં બેંગલુરૂને અંતિમ બોલ પર જીતવા માટે 7 રનની જરૂર હતી અને બોલર હતો લસિથ મલિંગા. મલિંગાએ અંતિમ બોલ ફેંક્યો, શિવમ દુબેએ લોન્ગ ઓન પર શોટ રમ્યો પરંતુ કોઈપણ બેટ્સમેન રન માટે ન દોડ્યો. બીજીતરફ અમ્પાયરની અનદેખીને કારણે આ નો બોલ ન અપાયો અને મુંબઈના વિજયની જાહેરાત થઈ હતી.
IPL 2019: ડિ કોક પર ભારે પડી રાહુલની ઈનિંગ, પંજાબે મુંબઈને 8 વિકેટે હરાવ્યું
આ ઘટના બાદ શનિવારે ફરી એકવાર અમ્પાયરની ભૂલ સામે આવી હતી.