નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) વિરુદ્ધ મળેલા પરાજય બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને વધુ એક ઝટકો લાગ્યો છે. પંજાબ વિરુદ્ધ મુંબઈ ની ટીમ નક્કી કરેલા સમય પર 20 ઓવર પૂરી કરવામાં અસફળ રહી હતી. આ કારણે કેપ્ટન રોહિત શર્મા પર સ્લો ઓવર રેટને કારણે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિત પર આ દંડ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન પ્રીમિયર લીગ ઓફિશયલ તરફથી જાહેર અખબારી યાદી અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતા હેઠળ સ્લો ઓવર રેટના અપરાધને કારણે તેની ટીમ આ સિઝનમાં આ પ્રથમ ગુનો હતો. આ કારણે કેપ્ટન શર્મા પર આઈપીએલના કોડ ઓફ કંડક્ટ હેઠળ 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે. 


ઉલ્લેખનીય છે કે, ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની આગેવાનીમાં ટોપ ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી કિંગ્સ ઈલેવન પંજાબે શનિવારે મુંબઈને આઠ બોલ બાકી રહેતા આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. આ રીતે પંજાબે આઈપીએલમાં પોતાની બીજી જીત મેળવી હતી. 


DC vs KKR: ગાંગુલી બોલ્યો- રબાડાએ રસેલને ફેંકેલો યોર્કર 'બોલ ઓફ ધ આઈપીએલ' બનશે

મુંબઈએ પંજાબની સામે 177 રનનો લક્ષ્ય રાખ્યો હતો. રાહુલ (57 બોલમાં અણનમ 71), ક્રિસ ગેલ (24 બોલમાં 40 રન) અને મયંક અગ્રવાલ (21 બોલ પર 43)એ શાનદાર બેટિંગ કરીને ટીમને 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું.