આઈપીએલ ફાઇલમાં અમ્પાયરિંગ કરશે લોંગ, સીઓએએ આપી મંજૂરી
વિરાટ કોહલી અને ઉમેશ યાદવ સાથે ચર્ચા બાદ સ્ટેડિયમના એક રૂમને લોંગે નુકસાન પહોંચાડ્યું હતું. જાણવા મળ્યું કે, પ્રશાસકોની સમિતિએ આઈપીએલ સંચાલન ટીમની સલાહ લીધા બાદ લોંગને આઈપીએલ ફાઇનલમાં મેચ અધિકારીની ભૂમિકા નિભાવવા માટે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ બ્રિટિશ અમ્પાયર નાઇઝેલ લોંગ ઈન્ડિયન પ્રીમિયર લીગના ફાઇનલમાં અમ્પાયરિંગ કરશે કારણ કે બીસીસીઆઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મહત્વની મેચ બાદ ગુસ્સો વ્યક્ત કરવાના મામલામાં કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. આઈસીસી એલીટ પેનલના અમ્પાયર લોંગે નોબોલને લઈને વિરાટ કોહલી અને ઉમેશ યાદવ સાથે ચર્ચા બાદ સ્ટેડિયમના એક રૂમના દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું. તે જાણકારી મળી કે પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આઈપીએલ સંચાલન ટીમ પાસેથી સલાહ લીધા બાદ લોંગને આઈપીએલ ફાઇનલમાં મેચ અધિકારીની ભૂમિકા નિભાવવાને મંજૂરી આપી દીધી છે.
લોંગ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (કેએસસીએ)એ ફરિયાદ કરી હતી. અમ્પાયરે બાદમાં પોતાના વ્યવહાર માટે માફી માગી અને નુકસાનની ભરપાઈ માટે 5000 રૂપિયાની ચુકવણી કરી પરંતુ કેએસસીએસ તેના પર પ્રતિબંધ લગાવવા ઈચ્છતા હતા. લોંગ પરંતુ ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયરમાં અમ્પાયર હતા જેના માટે તે મુકાબલો સારો રહ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું, આઈપીએલની આ સિઝનમાં અમ્પાયરિંગનું સ્તર ખરાબ રહ્યું છે, ખાસ કરીને દબાવની તકે ભારતીય અમ્પાયરોનું સ્તર નિમ્ન રહ્યું છે. અમારી પાસે એસ. રવિ છે જે એલીટ પેનલના અમ્પાયરોમાં સૌથી છેલ્લા સ્થાન પર છે અને આઈસીસી એલીટ પેનલના અમ્પાયરોની નવી યાદીમાં તેમને સ્થાન મળશે નહીં. આઈપીએલ ફાઇનલ જેવા મુકાબલામાં તમારે લોંગ જેવા મેચ અધિકારી જોઈએ.