વિશાખાપટ્ટનમઃ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)વિરુદ્ધ એલિમિનેટર જીતીને ફરી એકવાર પોતાને સાબિત કરવા ઈચ્છશે. આ સિઝનની શરૂઆત પહેલા ધરખમ ફેરફાર કરનારી દિલ્હી કેપિટલ્સ આ સિઝનની સૌથી મજબૂત ટીમોમાં રહી. અત્યાર સુધી નિચલા હાફમાં રહેનારી દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી, જેને રિકી પોન્ટિંગ ડેવા કોચ અને સૌરવ ગાંગુલી જેવા સલાહકારથી વિજયી તેવર મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 મેચોમાં 9 જીત અને 5 હાર બાદ 18 પોઈન્ટ હાસિલ કરનારી દિલ્હી ટીમ દુર્ભાગ્ય રહી તે તેણે કરો યા મરોની એલિમિનેટર રમવી પડી રહી છે. હૈદરાબાદ કરતા ત્રણ મેચ વધુ જીત્યા છતાં તે તેના વિરુદ્ધ રમી રહી છે, જ્યારે અંતિમ લીગ મેચ પહેલા તે ટોપ-2માં રહેશે તેવું લાગી રહ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારવાથી તેને ઘણું નુકસાન થયું. આ પહેલા દિલ્હીની ટીમ ચેન્નઈ અને મુંબઈ ઈન્ડિયન્સની સાથે પ્રથમ સ્થાનની હોડમાં હતી. 


દિલ્હીની ટીમ આઈપીએલમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી અને ટોપ-2માં રહી નથી. ટોપ-4માં પણ તે 2012 બાદ પ્રથમ વકત પહોંચી  છે. મુંબઈ વિરુદ્ધ શાનદાર શરૂઆત બાદ દિલ્હીને ચેન્નઈએ હરાવ્યું. કિંગ્સ ઈલેવન પંજાબ અને હૈદરાબાદે તેને પરાજય આપ્યો. ત્યારબાદથી દિલ્હીના પ્રદર્શનમાં સતત સુધારો થયો ગયો. ભારતનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અત્યાર સુધી 450 રન બનાવી શક્યો છે. 


યુવા પૃથ્વી શો, કેપ્ટન શ્રેયર અય્યર, અને રિષભ પંતે સારૂ પ્રદર્શન કર્યું છે. દિલ્હીને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 25 વિકેટ ઝડપી ચુકેલા સાઉથ આફ્રિકાના કગિરો રબાડાની ખોટ પડશે, જે વિશ્વ કપની તૈયારી માટે સ્વદેશ પરત ફરી ગયો છે. તો ડેવિડ વોર્નર અને બેયરસ્ટો ગયા બાદ હૈદરાબાદની ટીમ પણ નબળી પડી ગઈ છે. 


તો હૈદરાબાદ આઈપીએલના ઈતિહાસમાં 12 પોઈન્ટ લઈને પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. બોલિંગમાં અફગાન સ્પિનર રાશિદ ખાન, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેન વિલિયમસનના રૂપમાં તેમની પાસે વિશ્વાસપાત્ર કેપ્ટન છે અને માર્ટિન ગુપ્ટિલ પાસે આક્રમક શરૂઆતની આશા હશે. વિજય શંકરની પાસે વિશ્વ કપ પહેલા પોતાની છાપ છોડવાની વધુ એક તક છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર