IPL 2019: પ્લેઓફના મુકાબલાના સમયમાં થઈ શકે છે ફેરફાર
દિલ્હીમાં શનિવારે યોજાયેલી સીઓએની બેઠક બાદ આ વિશે એક બીસીસીઆઈ અધિકારીએ પીટીઆઈને કહ્યું- અમે બ્રોડકાસ્ટર સાથે વાત કરી છે. આશા છે કે પ્લેઓફના મુકાબલા 8 કલાકની જગ્યાએ 7.30 કલાકે રમાશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનના પ્લેઓફના 4 મુકાબલા અડધી કલાક વહેલા શરૂ થવાની સંભાવના છે. હાલમાં પ્રાઇમ ટાઇમના મેચ 8 કલાકે શરૂ થાય છે, જ્યારે ટોસ 7.30 કલાકે થાય છે. પરંતુ પ્લેઓફના મુકાબલા દરમિયાન ટોસ 7 કલાકે થઈ શકે છે, જ્યારે 7.30 કલાકથી મેચ શરૂ થવાની સંભાવના છે.
દિલ્હીમાં શનિવારે યોજાયેલી સીઓએની બેઠક બાદ આ વિશે એક બીસીસીઆઈ અધિકારીએ પીટીઆઈને કહ્યું- અમે બ્રોડકાસ્ટર સાથે વાત કરી છે. આશા છે કે પ્લેઓફના મુકાબલા 8 કલાકની જગ્યાએ 7.30 કલાકે રમાશે. મહત્વનું છે કે ગત વર્ષે પ્લેઓફના મુકાબલા 7 કલાકથી રમાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)એ વિશાખાપટ્ટનમમાં રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, દક્ષિણમાં મેચ હોવાથી ત્યાં ઝાકળ એક મહત્વનું કારણ છે. લીગના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટેસે પહેલા જ પ્લેઓફના મેચોની સમયસીમા વધારવાની વાત કરી હતી.
અધિકારીએ કહ્યું, પ્લેઓફ મેચ દક્ષિણમાં યોજાશે, જ્યાં ઝાકળ એક મોટો મુદ્દો હોય છે. આ સાથે સ્ટારે પહેલા જ અમને સમય સીમા આગળ વધારવા વિશે લખ્યું હતું. તમે જોશો કે પ્લેઓફ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ પણ લાંબો હોય છે. આ બધાને ધ્યાનમાં રાખીને તે નિર્ણય લેવામાં આવ્યો કે અમારે મેચોનો સમય આગળ વધારવો જોઈએ.
પેન્ટહાઉસ માટે ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, બોલ્યો- ન પ્રમોશન ફી મળી, ન ઘર
આ દરમિયાન મહિલાઓની 4 ટી-20 ચેલેન્જ મેચ પણ રમાવાની છે. આ તમામ મેચ 7.30 કલાકે શરૂ થશે. જયપુરમાં મહિલાઓની ચાર મેચોનું આયોજન કરવામાં આવશે. 6 મેએ મેચની સાથે-સાથે ચૂંટણી પણ છે, પરંતુ રાજસ્થાન ક્રિકેટ સંઘને મુકાબલાનું આયોજન કરવાની મંજૂરી મળી ગઈ છે. મહિલાઓની ત્રણ ટીમો હશે- ટ્રેલબ્લેજર્સ, સુપરનોવાઝ અને વેલોસિટી.