IPL 2019: આ પાંચ ટીમો હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
આઈપીએલ સિઝન-12 હવે છેલ્લા તબક્કામાં છે. ચેન્નઈ અને દિલ્હીએ પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે તો આરસીબીની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બાકીની પાંચ ટીમો વચ્ચે પ્લેઓફના બે સ્થાન માટે ટક્કર ચાલી રહી છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સિઝન હવે અંતિમ તબક્કામાં છે. પ્રત્યેક ટીમો લગભગ પોતાની 12 મેચ રમી લીધી છે. ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિવાય બાકીની પાંચેય ટીમોની પાસે પ્લેઓફમાં સ્થાન મેળવવાની તક છે. પોઈન્ટ ટેબલનો પેચ હજુ ફસાયેલો છે.
તો પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ 16 પોઈન્ટની સાથે ટોપ પર છે જ્યારે 16 પોઈન્ટની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે.
હવે ગ્રુપ સ્ટેજના અંતિમ 10 મેચ બાકી છે આવો નજર કરીએ ટીમો પ્લેઓફ માટે કેમ પોતાની જગ્યા બનાવી શકે છે.
1. મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો છેલ્લો મેચ કોલકત્તા સામે ગુમાવ્યો હતો. આ સમયે મુંબઈના બે મેચ બાકી છે અને તેને માત્ર એક જીત પ્લેઓફની ટિકિટ અપાવી દેશે. આ સિવાય મુંબઈ બાકીના બંન્ને મેચમાં વિજય મેળવે તો તે ઉપરની બે ટીમોમાં પણ સ્થાન મેળવી શકે છે. તેની નેટ રનરેટ અન્ય ટીમો કરતા સારી છે.
2. સનરાઇઝર્સ હૈદરાબાદ
હૈદરાબાદે અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાં 5માં જીત અને 6માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 10 પોઈન્ટની સાથે હૈદરાબાદ ટેબલમાં ચોથા સ્થાને છે.
હૈદરાબાદે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે અને તે ત્રણેય મેચમાં વિજય મેળવે તો સીધી પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આ સિવાય હૈદરાબાદ બે મેચ જીતે તો પણ સારી નેટરનરેટના આધારે પ્લેઓફમાં પહોંચી જશે.
3. કોલકત્તા નાઇટ રાઇડર્સ
દિનેશ કાર્તિકની આગેવાની વાળી કોલકત્તા નાઇટરાઇડર્સે ગત મેચમાં મુંબઈને હરાવીને પ્લેઓફની પોતાની સંભાવનાઓને જીવંત રાખી છે. કોલકત્તાએ અત્યાર સુધી 12 મેચ રમી જેમાં 5માં જીત અને સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના 10 પોઈન્ટ છે. તેણે પોતાના છેલ્લા બંન્ને મેચમાં ફરજીયાત વિજય મેળવવો પડશે. આ સિવાય અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
4. કિંગ્સ ઈલેવન પંજાબ
આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે શાનદાર શરૂઆત કરી હતી. તેણે પોતાના શરૂઆતી ચાર મેચોમાંથી ત્રણમાં જીત હાસિલ કરી હતી પરંતુ તેણે પોતાની લય ગુમાવી દીધી છે. અત્યાર સુધી પંજાબને 11 મેચોમાં 5માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. જો તે બાકીના ત્રણેય મેચમાં વિજય મેળવે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જો ટીમ બે મેચમાં જીત મેળવે તો બાકીની ટીમો પર નિર્ભર રહેવું પડશે.
5. રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સની સ્થિતિ આ સમયે ખરાબ છે. રાજસ્થાને અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાં પાંચમાં વિજય મેળવ્યો છે. તો સાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 10 પોઈન્ટની સાથે રાજસ્થાન અત્યારે ટેબલમાં સાતમાં સ્થાને છે.
ટીમની માત્ર બે મેચ બાકી છે. તેણે પોતાની અંતિમ બંન્ને મેચ મોટા અંતરથી જીતવી પડશે અને દુવા કરવી પડશે કે અન્ય ટીમોના પરિણામ તેના પક્ષમાં આવે. રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે કારણ કે તેની નેટરનરેટ પણ ઓછી છે. આ સિવાય ટીમના મુખ્ય વિદેશી ખેલાડી પણ હવે રમશે નહીં. રાજસ્થાને આગામી બે મેચ દિલ્હી કેપિટલ્સ અને આરબીસી સામે રમવાની છે.
ટીમ | મેચ | જીત | હાર | નેટ/રનરેટ | પોઈન્ટ | |
q | દિલ્હી કેપિટલ્સ | 12 | 8 | 4 | 0.233 | 16 |
q | ચેન્નઈ સુપર કિંગ્સ | 12 | 8 | 4 | -0.113 | 16 |
મુંબઈ ઈન્ડિયન્સ | 12 | 7 | 5 | 0.347 | 14 | |
સનરાઇઝર્સ હૈદરાબાદ | 11 | 5 | 6 | 0.0559 | 10 | |
કોલકત્તા નાઇટ રાઇડર્સ | 12 | 5 | 7 | 0.1 | 10 | |
કિંગ્સ ઇલેવન પંજાબ | 11 | 5 | 6 | 0.117 | 10 | |
રાજસ્થાન રોયલ્સ | 12 | 5 | 7 | -0.0321 | 10 | |
રોયલ ચેલેન્જર્સ બેંગલોર | 12 | 4 | 8 | -0.694 | 8 |