હૈદરાબાદઃ ચેન્નઈ સુપર કિંગ્સને IPL-12ના ફાઇનલમાં પરાજય આપીને મુંબઈએ ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. મુંબઈએ આઈપીએલમાં ચોથી ટ્રોફી જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પહેલા મુંબઈએ 2013, 2015 અને 2017માં ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં રોહિતના ધુરંધરોએ દર્શાવ્યું કે, તેની ટીમ કેમ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. આ સાથે તેણે ચેન્નઈને પાછળ છોડી દીધું છે, જેના નામે 3 ટ્રોફી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની 12મી સિઝનના ફાઇનલ બાદ ઈનામોનો વરસાદ થયો. ચેમ્પિયન મુંબઈને 20 કરોડ રૂપિયાની ઈનામી રમક મળી. ફાઇનલમાં હારેલી ચેન્નઈની ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા છે. 


પ્રાઇઝ મની


1. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મળ્યા 20 કરોડ રૂપિયા


2. રનર્સ-અપ ચેન્નઈ સુપર કિંગ્સને મળ્યા 12.5 કરોડ રૂપિયા.


3. ત્રીના નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સને મળ્યા 8.75 કરોડ રૂપિયા. 


4. ચોથા નંબર પર રહેલી હૈદરાબાને મળ્યા 8.75 કરોડ રૂપિયા. 


2019: અત્યાર સુધી ટોપ-5 બેટ્સમેનોનું લિસ્ટ


2008-2019: ચેમ્પિયન્સની યાદી


2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નઈને 3 વિકેટથી હરાવ્યું)