નવી દિલ્હીઃ આઈપીએલમાં સૌથી નાની ઉંમરની ટીમ દિલ્હી કેપિટલ્સ પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાથી 2 ડગલા દૂર છે. તેનો મુકાબલો હવે વિશાખાપટ્ટનમના ડો. વાઇ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની સૌથી મોટી ઉંમરની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (ખેલાડીઓની સરેરાશ ઉંમર 34 વર્ષ) સામે થવાનો છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ જ્યાં 3 વખત આ ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે તો ફાઇનલમાં પહોંચેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ 3 વખત ટાઇટલ જીત્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની 12મી સિઝનમાં નામ બદલીને ઉતરેલી દિલ્હી ફ્રેન્ચાઇઝી (એવરેજ ઉંમર 27 વર્ષ)એ પોતાના પ્રદર્શનથી ખુદના ઈતિહાસમાં ફેરફાર કરતા તમામને ચોંકાવી દીધા છે. આ વખતે છ સિઝન બાદ પ્લેઓફમાં પહોંચનારી દિલ્હી કેપિટલ્સે પ્રથમ વખત અંતિમ-4માં જીત હાસિલ કરી અને હવે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાથી એક ડગલું દૂર છે. 


7 વખત ફાઇનલમાં ચેન્નઈ
રેકોર્ડની વાત કરીએ તો દિલ્હી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાની તૈયારી કરી રહ્યું છે તો ચેન્નઈએ અત્યાર સુધી 7 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. દિલ્હીએ હાલની સિઝનમાં એલિમિનેટર મુકાબલામાં પૂર્વ વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાં ગણાતી ચેન્નઈને ક્વોલિફાયર-1માં ત્રણ વખતની વિજેતા મુંબઈએ પરાજય આપ્યો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


સૌથી મોટી ઉંમરની ટીમ છે ચેન્નઈ
ઉંમરની વાત કરીએ તો ચેન્નઈણાં 35-40 ઉંમરના 6 ખેલાડીઓ હાજર છે જ્યારે દિલ્હીમાં માત્ર 1 ખેલાડી છે. તો 30-34ની ઉંમરના ચેન્નઈમાં સાત ખેલાડી છે અને દિલ્હીમાં છ ખેલાડી છે. ચેન્નઈમાં 25-29ની ઉંમરના8 અને 18-24ની ઉંમરના માત્ર રાચ ખેલાડી છે જ્યારે દિલ્હીમાં આ ઉંમર વર્ગ ક્રમશઃ 7 અને 11 ખેલાડી છે. 


તાહિર છે 40નો, મિશ્રાની ઉંમર 36
ચેન્નઈ સુપર કિંગ્સનો સૌથી મોટી ઉંમરનો સ્પિનર 40 વર્ષનો આફ્રિકાનો તાહિર છે, જ્યારે દિલ્હીમાં અમિત મિશ્રાની ઉંમર 36 વર્ષ છે. ચેન્નઈમાં સૌથી નાની ઉંમરનો ઋૃતુરાજ ગાયકવાડ (22 વર્ષ 99 દિવસ) છે જ્યારે દિલ્હીમાં સંદીપ લામિછાને (18 વર્ષ 281 દિવસ) સૌથી યુવા ખેલાડી છે. 


ટીમ પરફોર્મરની પણ ઉંમર વયસ્ક
સીએસકેના ટોપ પરફોર્મર મહેન્દ્ર સિંહ ધોની પોતે 37 વર્ષના છે જેણે અત્યાર સુધી સિઝનમાં 405 રન બનાવ્યા છે. દિલ્હી માટે સૌથી વધુ રન શિખર ધવન (503)એ બનાવ્યા છે. ધોની બાદ સુરેશ રૈના (32 વર્ષ, 364 રન) અને ફાફ ડુ પ્લેસિસ (ઉંમર 34, 320 રન)નો નંબર આવે છે. દિલ્હીમાં શ્રેયસ અય્યર (ઉંમર 24, 450 રન) અને રિષભ પંત  (21 વર્ષ, 450 રન)એ પણ ઉગયોગી યોદગાન આપ્યું છે.