વિશાખાપટ્ટનમઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનની બીજી ક્વોલિફાયર મેચ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમો વચ્ચે મુકાબલો રસપ્રદ બની શકે છે. લીગ રાઉન્ડમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને બંન્ને મેચોમાં પરાજય આપ્યો હોય, પરંતુ બીજા ક્વોલિફાયરમાં તેનો માર્ગ આસાન રહેશે નહીં. ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને લીગ રાઉન્ડ દરમિયાન 80 રન અને છ વિકેટથી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે જે પ્રદર્શન કર્યું, તેને જોઈને લાગે છે કે તે ચેન્નઈ સુપર કિંગ્સને ટક્કર આપશે. વિશાખાપટ્ટનમના ડો. વાઇ એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ પર આ મેચ રમાવાની છે, જેના પર ગત મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો. આ દરમિયાન બોલ અને બેટના મોટા મુકાબલામાં પાંચ એવી જંગ થશે, જેના પર તમામની નજર રહેશે. આવો એક નજર કરીએ.


ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અનુભવ અને યુવા જોશની ટક્કર

1- શેન વોટસન vs અક્ષર પટેલ
શેન વોટસન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અક્ષર પટેલ વિરુદ્ધ વોટસને 56 બોલમાં 70 રન બનાવ્યા છે, પરંતુ પાંચ વખત તેણે પોતાની વિકેટ પણ ગુમાવી છે. 


2- મહેન્દ્ર સિંહ ધોની vs અમિત મિશ્રા 
અમિત મિશ્રાના 41 બોલ પર ધોનીએ 50 રન બનાવ્યા છે. આઈપીએલમાં મિશ્રા ધોનીને એકવાર આઉટ કરી ચુક્યો છે. 


3- સુરેશ રૈના vs ક્રિસ મોરિસ
ક્રિસ મોરિસના 23 બોલ પર રૈનાએ 21 રન બનાવ્યા છે અને ત્રણ વખત તેણે પોતાની વિકેટ ગુમાવી છે. 


4- પૃથ્વી શો vs દીપક ચહર
પૃથ્વીશોએ એલિમિનેટરમાં હૈદરાબાદ વિરુદ્ધ 56 રન ફટકાર્યા હતા. દીપક ચહરની સામે તે 23 બોલમાં 22 રન બનાવી શક્યો છે આ દરમિયાન તે ત્રણ વખત આઉટ પણ થયો છે. 


5- શિખર ધવન vs હરભજન સિંહ
આ સિઝનમાં શિખર ધવનના અનુભવનો દિલ્હી કેપિટલ્સને ઘણો ફાયદો મળ્યો છે. હરભજન સિંહ વિરુદ્ધ શિખર ધવને 118 બોલનો સામનો કર્યો છે અને 146 રન બનાવ્યા છે. આ દરમિયાન ભજ્જીએ 2 વખત ધવનનો શિકાર કર્યો છે.