IPL 2019: પૈડી અપટન રાજસ્થાન રોયલ્સના કોચ પદે નિયુક્ત
આ સાથે અપટન વિશ્વભરમાં આયોજીત થનારી ઘણી ટી20 ટૂર્નામેન્ટની ટીમો સાથે જોડાયેલા રહ્યાં છે. બિગ બેશ લીગમાં તે સિડની થંડરને પણ ટાઇટલ અપાવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે રાજસ્થાન રોયલ્સે પૈડી અપટનને પોતાનો કોચ નિયુક્ત કર્યો છે. તેઓ પહેલા પણ રાજસ્થાનના કોચ રહી ચુક્યા છે. પૈડી અપટન આઈપીએલની સિઝન 2013થી લઈને 2015 સુધી રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ હતા. ત્યારબાદ બે સિઝન 2016-2017માં તે દિલ્હી ડેયરડેવિલ્ડ (હવે દિલ્હી કેપિટલ્સ)ના સ્પોર્ટ સ્ટાફમાં હતા.
આ સાથે અપટન વિશ્વભરમાં આયોજીત થનારી ઘણી ટી20 ટૂર્નામેન્ટની ટીમો સાથે જોડાયેલા રહ્યાં છે. બિગ બેશ લીગમાં તે સિડની થંડરને પણ ટાઇટલ અપાવી ચુક્યા છે. તે 2011માં વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના કોચ ગૈરી કર્સ્ટનના સ્ટાફનો પણ ભાગ રહી ચુક્યા છે. તે દક્ષિણ આફ્રિકન ટીમમાં પ્રદર્શન ડાયરેક્ટરનું પદ સંભાળ્યાની સાથે સાથે પીએસએલમાં પણ ટીમોનો કોચિંગ આપી ચુક્યા છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે અપટનના જોડાવા પર ટીમના ક્રિકેટ અધ્યક્ષ જુબિન ભરૂચાનું કહેવું છે કે, જે રીતે તેઓ અનુભવ અને જાણકારી ટીમને પ્રદાન કરે છે તે અદ્વિતીય છે. કોચ, માર્ગદર્શનક અને વૈજ્ઞાનિક ટ્રેનર હોવાને કારણે અપટન આધુનિક રમતને સારી રીતે સમજે છે. અમે તેમને ટીમમાં ફરીથી જોડીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ અને ઝડપથી નવી સિઝન માટે તૈયાર થવા માંગીએ છીએ.
ખેલો ઈન્ડિયાઃ 10 વર્ષનો શૂટર અભિનવ બન્યો સૌથી નાની ઉંમરનો ચેમ્પિયન
તો ટીમના મુખ્ય માલિક મનોજ બડાલેનું કહેવું છે કે, અમને જણાવતા આનંદ થાય છે કે અપટન અમારી સાથે ફરી જોડાયા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. અપટન રાજસ્થાન રોયલ્સની પરંપરાથી માહિતગાર છે અને તેમને ખ્યાલ છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતવા માટે શું કરવું જોઈએ. નવી સિઝનની રાહ જોઈ રહ્યાં છીએ અને આઈપીએલ ભારતમાં જ રમાશે તેનાથી ઘણી ખુશી છે.
પૈડી અપટન સિવાય સ્ટીફન જોન્સ- ફાસ્ટ બોલિંગ કોચ, અમોલ મજૂમદાર - બેટિંગ કોચ, સૈરાજ બહુતુલે - સ્પિન બોલિંગ કોચ પણ રાજસ્થાન રોયલ્સના કોચિંગ ટીમના સભ્યો છે.