બેંગલુરૂઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શનિવારે રમાયેલા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલની 12મી સિઝનમાં પોતાની સફર સમાપ્ત કરી હતી. 14 મેચોમાં 11 પોઈન્ટની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર હાલમાં સાતમાં સ્થાન પર છે. ટીમનું પ્રદર્શન ભલે સિઝનમાં ખરાબ રહ્યું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી માને છે કે આ સિઝન ખરાબ રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ કહ્યું કે, તેની ટીમે ટૂર્નામેન્ટના બીજા હાફમાં સારૂ પ્રદર્શન કર્યું જેથી આ સિઝન વધુ ખરાબ રહી નથી. બેંગલોરે આ સિઝનની શરૂઆતમાં સતત છ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજા હાફમાં ટીમે પોતાના પ્રદર્શનનો સુધારો કર્યો હતો. 


કોહલીએ શનિવારે હૈદરાબાદ વિરુદ્ધ મેચ જીત્યા બાદ કહ્યું કે, જો અમે બીજા હાફને જુઓ તો અમે પ્રથમ હાફમાં આવું પ્રદર્શન કરવા ઈચ્છતા હતા. છ મેચ હાર્યા બાદ આઈપીએલ ટૂર્નામેન્ટમાં વાપસી કરવી મુશ્કેલ હોય છે. 


IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર


કોહલીએ કહ્યું કે, અમે તે સ્થાન પર રહ્યાં નથી જ્યાં રહેવા ઈચ્છતા હતા, પરંતુ બીજો હાફ શાનદાર રહ્યો અને તેવું અનુભવ ન થયો કે સિઝન ખરાબ રહી. અમે છેલ્લા સાતમાંથી પાંચ મેચોમાં વિજય મેળવ્યો અને એકનું પરિણામ ન આવ્યું. અમને તેના પર ગર્વ છે. 


તેણે કહ્યું કે, ખેલાડીઓએ જે રીતે વસ્તુઓને બદલી અને બીજા હાફમાં અમે જે રીતે રમ્યા તેનાથી ખુશ છીએ. અમારી માનસિકતા યોગ્ય રાખવા માટે ટીમ મેનેજમેન્ટને શ્રેય જાય છે. અત્યાર સુધી આઈપીએલ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલી આરસીબીની ટીમ સતત ત્રીજા વર્ષે પ્લેઓફમાં સ્થાન મેળવવામાં અસફળ રહી છે.