હૈદરાબાદઃ મહત્વના મુકાબલામાં ટીમોને પોતાના મોટા ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની આશા રહે છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો આઈપીએલ પ્લેઓફમાં રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે રોહિત શર્મા પ્લેઓફમાં ફરી એકવાર પોતાનું ભાગ્ય બદલવામાં અસફળ રહ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ તે માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ રોહિતે બીજી ઓવરમાં શાર્દુલ ઠાકુરના બોલ પર છગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ હરભજનના બોલ પર તેણે ચોગ્ગો પણ ફટકાર્યો હતો. 


રોહિતે આઈપીએલ પ્લેઓફની 18 ઈનિંગમાં માત્ર 229 રન બનાવ્યા છે. તેની એવરેજ પણ 13.47ની રહી છે. રોહિતનું બેટ ઈન્ડિયન પ્રીમિયર લીગના મોટા મેચોમાં શાંત રહ્યું છે. તેણે માત્ર પ્લેઓફમાં એક અડધી સદી ફટકારી છે અને 50 તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેની સ્ટ્રાઇક રેટ 101.77ની રહી છે. 


રવિવારે રમાઈ રહેલી ફાઇનલ મેચમાં રોહિત શર્માએ ડિ કોકની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 4.5 ઓવરોમાં 45 રન જોડ્યા. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઝડપી શરૂઆત કરી હતી. ડિ કોક વધુ આક્રમક રહ્યો અને તેણે 17 બોલ પર 29 રન બનાવ્યા હતા. આગામી ઓવરમાં રોહિત દીપક ચહરના બહાર જતા બોલ પર શોટ મારવા ગયો અને બોલ બેટનો કિનારો લઈને એમએસ ધોનીના હાથમાં પહોંચી ગયો હતો. રોહિતે 15 રન બનાવ્યા હતા.