નવી દિલ્હીઃ આઈપીએલ 2019 ચેન્નઈ વિરુદ્ધ આઈપીએલના 44માં મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માનું બેટ આખરે બોલ્યું હતું. આ સિઝનમાં પોતાના ફોર્મથી જજૂમી રહેલા હિટમેન રોહિતે પોતાની ટીમ માટે સુકાની ઈનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત શર્માએ આ સિઝનમાં પ્રથમ અડધી સદી ફટકારી અને આ શાનદાર ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિતે આ મેચમાં 48 બોલ પર 67 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ આઈપીએલમાં રોહિત શર્માની 35મી અડધી સદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો રોહિત
ચેન્નઈ વિરુદ્ધ રોહિત શર્માની આ સિઝનમાં પ્રથમ અડધી સદીની મદદથી મુંબઈને ટીમને શાનદાર જીત મળી અને ચેન્નઈએ 46 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતની આ દમદાર ઈનિંગની મદદથી તેને મેન ઓફ ધ મેનો એવોર્ડ આપવામાં આવ્યો અને તે હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિતને આ લીગમાં 17મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે આ મામલામાં એક સાથે મહેન્દ્ર સિંહ ધોની અને યૂસુફ પઠાનને પાછળ છોડી દીધા છે. આ બંન્ને ખેલાડી 16-16 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચુક્યા છે. 


પુરૂષ ક્રિકેટમાં મહિલા અમ્પાયરની એન્ટ્રી, જાણો કોને મળી આંતરરાષ્ટ્રીય મેચમાં આ તક 

આ મામલામાં ત્રીજા સ્થાન પર ચેન્નઈનો સુરેશ રૈના છે જેણે અત્યાર સુધી આ લીગમાં 14 વખલ આ કમાલ કરી છે. કેકેઆરનો પૂર્વ કેપ્ટન આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેણે 13 વખત આ એવોર્ડ જીત્યો છે. આ યાદીમાં પાંચમાં સ્થાન પર સંયુક્ત રૂપથી વિરાટ તથા રહાણે છે, જેણે 12 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. રોહિત સર્માએ ચેપોક સ્ટેડિયમ પર પોતાના આઈપીએલ કરિયરમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી. તો આ મેદાન પર ઝછેલ્લા નવ વર્ષથી મુંબઈને ચેન્નઈની ટીમ હરાવી શકી નથી અને આ રેકોર્ડ અત્યાર સુધી યથાવત છે. 


ISSF WC: શૂટર અભિષેક વર્માએ જીત્યો ગોલ્ડ, હાસિલ કરી ઓલિમ્પિક ટિકિટ


સીએસકે વિરુદ્ધ સૌથી વધુ અડધી સદી 
આઈપીએલ ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી હવે રોહિત શર્મા બની ગયો છે. રોહિતે ચેન્નઈ વિરુદ્ધ આઈપીએલમાં પોતાની સાતમી અડધી સદી ફટકારી. તેણે આ કમાલ ચેન્નઈ વિરુદ્ધ પોતાના 25 મેચોમાં કર્યો અને વોર્નરને પાછળ છોડી દીધો છે. ડેવિડ વોર્નરે ચેન્નઈ વિરુદ્ધ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 14 મેચ રમી ચે, જેમાં તેણે છ અડધી સદી ફટકારી છે.