નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં એબી ડિવિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી રહ્યો છે. એબી ડિવિલિયર્સ માટે 30 માર્ચની તારીખ ખાસ છે. 30 માર્ચે એબી ડિવિલિયર્સ અને તેની પત્ની ડેનિયલ ડિવિલિયર્સ લગ્નના બંધનમાંબંધાયા હતા. આ વર્ષે બંન્ને પોતાની  છઠ્ઠી લગ્ન વર્ષગાંઠ મનાવી રહ્યાં છે. પરંતુ આ તકે ડિવિલિયર્સ પોતાની પત્નીની સાથે નથી અને તેથી તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. 


પત્ની ડેનિયલ સાથે ફોટો શેર કરતા ડિવિલિયર્સે લખ્યું, 'એવું લાગી રહ્યું છે કે, થોડી ક્ષણ પહેલાની વાત છે.' હું આ તસ્વીર તે માટે શેર કરી રહ્યો છું કે, હું તારી સાથે આપણી છઠ્ઠા વર્ષગાંઠ મનાવવા હાજર ન થઈ શકું, પરંતુ આપણા પ્રેમની ઉજવણી કરવી જોઈએ, ડેનિયલ તારે ઉજવણી કરવી જોઈએ. 2007માં તને જોતા જ પ્રેમ થઈ ગયો હતો. હું તારી સાથે હોવા માટે ભગવાનનો આભાર માનું છું. હું મને સેલિબ્રિટ કરુ છું, હું તને સેલિબ્રેટ કરુ છું, હું તને પ્રેમ કરુ છું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર