બેંગલુરૂઃ વિશ્વનમાં એકદિવસીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી અને સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારા આઈપીએલ મેચમાં ગુરૂવારે જ્યારે આમને-સામને હશે તો તમામની નજર આ બંન્નેના જંગ પર ટકેલી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહ ઈજાથી થયેલી ચિંતામાંથી બહાર આવીને પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે અને તેની હાજરીમાં મુંબઈની ટીમ બેંગલોરની નબળાઈનો ફાયદો ઉઠાવીને જીત મેળવવા પ્રયાસ કરશે.બુમરાહના ખંભાની ઈજા રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ માટે ચિંતાનો વિષય બનેલી હતી પરંતુ તે યોગ્ય સમયે ફિટ થઈ ગયો છે. આ બંન્ને ટીમો આઈપીએલમાં પોતાની પ્રથમ જીત મેળવવા માટે  ઉત્સુક છે, તેવામાં કોહલી અને રોહિતની બેટિંગ પર ઘણી જવાબદારી રહેશે. આ બંન્ને પોતાની ટીમોના પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યાં હતા. 


મુંબઈની ટીમને શ્રીલંકાનો લસિથ મલિંગા ઉપલબ્ધ થવાથી મજબૂતી મળી છે. શ્રીલંકા ક્રિકેટે મલિંગાને મંગળવારે આઈપીએલમાં રમવાની મંજૂરી આપી દીધી છે. તેને વિશ્વ કપ પહેલા એપ્રિલમાં સીમિય ઓવરોની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રમવાનું હતું જેથી શરૂમાં લાગી રહ્યું હતું કે, તે આઈપીએલના શરૂાતી મેચોમાં રમશે નહીં. શ્રીલંકા ક્રિકેટ પરંતુ પોતાનું વલણ બદલ્યું કારણ કે આ બોલરને આઈપીએલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને બોલિંગ કરવાની તક મળશે. 


બુમરાહ ફિટ થવાથી મુંબઈને રાહત મળી છે. તે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રવિવારે ફીલ્ડિંગ કરતા ઈજાગ્રસ્ત થયો હતો. યુવરાજ સિંહ પર પણ બધાની નજર રહેશે. આ 37 વર્ષીય બેટ્સમેને દિલ્હી વિરુદ્ધ અડધી સદી ફટકારી હતી. મુંબઈના ફાસ્ટ બોલ મિશેલ મૈકલેનગનની કોહલી, એબી ડિ વિલિયર્સ અને શિમરોન હેટમેયરની સામે આકરી પરીક્ષા થશે. 


બેંગલોર ઈચ્છશે કે બેટ્સમેન મોટો સ્કોર બનાવે કારણ કે, ચેન્નઈ વિરુદ્ધ ગત મેચમાં તેની ટીમ 17.1 ઓવરમાં 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ફરીથી બેંગલોર માટે મહત્વની ભૂમિકા ભજવશે પરંતુ તેને અન્ય બોલરોનો સહયોગની પણ જરૂર પડશે.