IPL 2019: હાર્દિક પંડ્યાની પાવર ગેમ પર ફિદા થયો પોલાર્ડ
લાંબા શોટ્સ માટે જાણીતા બેટ્સમેન કાયરન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સના પોતાના સાથી હાર્દિક પંડ્યાની સિક્સ ફટકારવાની કળાની પ્રશંસા કરતા કહ્યું કે, આ ઓલરાઉન્ડમાં ઘણી પ્રતિભા છે.
મુંબઈઃ લાંબા શોટ્સ માટે જાણીતા બેટ્સમેન કાયરન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સના પોતાના સાથી હાર્દિક પંડ્યાની સિક્સ ફટકારવાની કળાની પ્રશંસા કરતા કહ્યું કે, આ ઓલરાઉન્ડમાં ઘણી પ્રતિભા છે. પોલાર્ડે ગુરૂવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાનારા મુંબઈ ઈન્ડિયન્સના આઈપીએલ મેચ પહેલા પંડ્યા વિશે કહ્યું, 'તે દુબળા શરીરનો છે, પરંતુ લાંબી સિક્સ ફટકારે છે.' જો તે સારી રીતે પ્રેક્ટિસ કરવાનું જાળવી રાખે છે અને ક્રિકેટર તરીકે ખુદમાં સુધાર કરે તો તમે તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં પરંતુ ભારકીય ક્રિકેટ માટે પણ સારૂ રમતા જોશો.
પંડ્યાએ અત્યાર સુધી 12 મેચોમાં 355 રન બનાવ્યા છે, જેમાં 27 સિક્સ અને 25 ચોગ્ગા સામેલ છે. તેણે વધુ પડતા રન ઈનિંગની અંતિમ ક્ષણોમાં બનાવ્યા છે અને છેલ્લે ઈડન ગાર્ડનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 34 બોલમાં 91 રનની આક્રમક ઈનિંગ રમી હતી.
પોલાર્ડે કહ્યું, 'તે કંઇ અલગ અભ્યાસ કરી રહ્યો નથી.' આ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવાની વાત છે. ચોક્કસ પણે તે જે પ્રકારની સ્થિતિમાં હોય છે ત્યાં હિટ કરવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી અને તેણે પોતાની પાવર-ગેમમાં દેખાડ્યું છે. તેથી તે તેના માટે સારૂ છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે તેણે કેટલાક મેચોમાં મોટો શોટ્સ ફટકારીને મેચનો અંત કર્યો છે.
અપૂર્વી ચંદેલા 10 મી. એર રાઇફલમાં વિશ્વની નંબર-1 શૂટર બની, અંજુમ બીજા સ્થાને