IPL 2019: પર્દાપણ મેચમાં 6 વિકેટ, જોસેફ બોલ્યો- મારૂ પ્રદર્શન સપનું પૂરુ થયા સમાન
પોતાના પ્રથમ ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 11 વર્ષ જૂના રેકોર્ડ તોડનારા મુંબઈ ઈન્ડિયન્સના અલઝારી જોસેફે પોતાના પ્રદર્શનને કોઈ સપનું પૂરૂ થવા સમાન ગણાવ્યું છે.
નવી દિલ્હીઃ પોતાના પ્રથમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડનારા મુંબઈ ઈન્ડિયન્સના અલઝારી જોસેફે પોતાના પ્રદર્શનને કોઈ સપનું પૂરુ થવા સમાન ગણાવ્યું છે. જોસેફે શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે આઈપીએલની પ્રથમ સિઝનમાં બનેલા સોહેલ તનવીરના રેકોર્ડ (14 રન આપીને 6 વિકેટ)ને તોડી દીધો હતો. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે 4 મે 2008ના રાજસ્થાન રોયલ્સ માટે રમતા ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 14 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તનવીરનો આ રેકોર્ડ હજુ સુધી પણ યથાવત હતો જેને જોસેફે પોતાના પ્રથમ મેચમાં તોડી દીધો હતો.
આ મેચમાં લસિથ મલિંગાના સ્થાન પર સામેલ જોસેફે કહ્યું, આ મારા માટે એક સપનાની જેમ છે. તેણે કહ્યું કે, સારી શરૂઆતની આશા ન કરી શકતો હતો. આ કેરેબિયન ફાસ્ટ બોલરે કહ્યું કે, તેણે પોતાની યોજનાઓ પર કામ કર્યું અને પરિણામ તેના પક્ષમાં આવ્યું. 22 વર્ષીય જોસેફે કહ્યું, મેં વસ્તુ સાદી રાખવાનો પ્રયત્ન કર્યો અને તે અનુસાર કામ કર્યું હતું.
પાંચ મેચોમાં આ મુંબઈની ત્રીજી જીત છે. આ પહેલા મેચમાં તેણે મજબૂત ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો અને આ મુકાબલામાં તેણે સનરાઇઝર્સને 40 રનથી હરાવ્યો હતો. જોસેફે કહ્યું કે, અમે જાણતા હતા કે આ મેચ જીતવો જરૂરી છે અને મારૂ સંપૂર્મ ધ્યાન તેના પર હતું. તેણે કહ્યું કે, આ કારણેથી અમે વોર્નરની વિકેટમાં ઉજવણી ન કરી.
IPL: નવો પાવર હિટર અને ગેમ ચેન્જર છે આંદ્રે રસેલ, માત્ર 77 બોલમાં બનાવી ચુક્યો છે 207 રન
જોસેફને મુંબઈએ એડન મિલ્નેના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો હતો. તેણે કહ્યું કે, અમે એક ટીમ તરીકે શાનદાર રમી રહ્યાં છીએ. તેણે કહ્યું કે, તેણે કહ્યું કે, અમે ખુબ મહેનત કરી રહ્યાં છીએ. તેણે મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, તે પોતાના અનુભવથી ખેલાડીઓની ઘણી મદદ કરી રહ્યાં છે. મુંબઈનો આગામી મેચ 10 એપ્રિલે કિંગ્સ ઈલેવન પંજાબની સાથે વાનખેડે સ્ટેડિયમમાં હશે.
સચિને કરી પ્રશંસા
જોસેફના આ પ્રદર્શનની પ્રશંસા સચિન તેંડુલકરે પણ કરી હતી. સચિને ટ્વીટ કરીને કહ્યું, હું પણ આ શાનદાર બોલિંગ સ્પેલનો સાક્ષી બનવા ત્યાં હાજર રહ્યો હોત.