IPL 2019: સિઝન-12 માટે યુવરાજ સિંહે પોતાની બેઝ પાઈઝમાં કર્યો મોટો ઘટાડો
આ સાથે આગામી સિઝન માટે ઘણા ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઇઝમાં પણ મોટો ફેરફાર કર્યો છે. નવી સિઝનના ઓક્શનમાં ઘણા ખેલાડી એવા છે, જેણે પોતાની બેઝ પ્રાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 12 સિઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગશે. આ નવી સિઝનમાં તમામ આઠ ફ્રેન્ચાઇઝી કુલ 70 ખેલાડીઓ માટે બોલી લગાવશે. પરંતુ સિઝન-12 માટે કુલ 1003 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સાથે આગામી સિઝન માટે ઘણા ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઇઝમાં પણ મોટો ફેરફાર કર્યો છે. નવી સિઝનના ઓક્શનમાં ઘણા ખેલાડી એવા છે, જેણે પોતાની બેઝ પ્રાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે.
આ લિસ્ટમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહે સિઝન-12ની હરાજી માટે પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડથી ઘટાડીને એક કરોડ કરી દીધી છે.
આ યાદીમાં ભારત અને વિદેશના મળીને કુલ 16 પ્લેયર છે જેણે પોતાની બેઝ પ્રાઇઝમાં ફેરફાર કર્યો છે.
આઈપીએલ 2019: હરાજીમાં ઉતરશે 1003 ખેલાડી
બેઝ પ્રાઇઝ 2 કરોડ
કોરી એન્ડરસન (ન્યૂઝીલેન્ડ)
સૈમ કરન (ઈંગ્લેન્ડ)
કોલિન ઇંગ્રમ (સાઉથ આફ્રિકા)
લસિથ મલિંગા (શ્રીલંકા)
શોન માર્શ (ઓસ્ટ્રેલિયા)
એન્જેલો મેથ્યુસ (શ્રીલંકા)
બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)
ડાર્સી શોર્ટ (ઓસ્ટ્રેલિયા)
ક્રિસ વોક્સ (ઈંગ્લેન્ડ)
1.50 કરોડ બેઝ પ્રાઇઝ
જયદેવ ઉનડકટ
1 કરોડ બેઝ પ્રાઇઝ
યુવરાજ સિંહ
રિદ્ધિમાન સાહા
મોહમ્મદ શમી
અક્ષર પટેલ
75 લાખ બેઝ પ્રાઇઝ
ઇશાંત શર્મા
20 લાખ બેઝ પ્રાઇઝ
સરફરાઝ ખાન
આઈપીએલ સિઝન-12 માટે ભારતના પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરોની સાથે 232 વિદેશી ખેલાડીઓએ હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટર ખેલાડીઓમાંથી અત્યાર સુધી 800 ખેલાડીઓ ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી. તેમાં 746 ખેલાડીઓ ભારતીય છે.
વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 35, અફઘાનિસ્તાનના 27 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. સૌથી વધુ સાઉથ આફ્રિકાના 59 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આયર્લેન્ડનો એક-એક ખેલાડી આ યાદીમાં સામેલ છે.
INDvsAUS: કેએલ રાહુલ ફરી ફ્લોપ, 71 દિવસથી નથી ફટકારી અડધી સદી
હરાજી માટે આ યાદીમાંથી નામની બાદબાકી કરવામાં આવશે અને ફ્રેન્ચાઇઝીઓનો પોતાના પસંદના ખેલાડીઓની યાદી સોંપવા માટે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.