IPL 2019 SRH vs KXIP: જીતના પાટા પર પરત ફરવા ઉતરશે હૈદરાબાદ અને પંજાબ, આ હોઈ શકે છે સંભવિત ટીમ
બંન્ને ટીમ હાલમાં પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બે મેચ ગુમાવી છે. બંન્નેના 6-6 પોઈન્ટ છે.
મોહાલીઃ પોતાના છેલ્લા મેચમાં હાર બાદ કિંગ્સ ઈલેવન પંજાબ (KingsXI Punjab) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમો સોમવાર (8 એપ્રિલ)એ અહીં આઈએલ બ્રિંદ્રા સ્ટેડિયમમાં રમાનારા મેચમાં બંન્ને ટીમ ફરી જીતના પાટા પર પરત ફરવાનો પ્રયાસ કરશે. કિંગ્સ ઈલેવન પંજાબની લીગમાં સફર અત્યાર સુધી મિશ્ર રહી છે. તેણે પાંચ મેચોમાંથી ત્રણમાં વિજય જ્યારે બે મેચમાં તેનો પરાજય થયો છે. તો હૈદરાબાદની ટીમ પણ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બે મેચ ગુમાવી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદનો શનિવારે મુંબઈ વિરુદ્ધ અવિશ્વસનીય હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે અંતિમ પાંચ ઓવરોમાં જીત માટે 53 રનની જરૂર હતી જ્યારે તેની પાંચ વિકેટ બાકી હતી. પરંતુ પોતાનો પર્દાપણ મેચ રમી રહેલા જોસેફે છ વિકેટ ઝડપીને મુંબઈને શાનદાર જીત અપાવી હતી.
અલઝારીની બોલિંગે સનરાઇઝર્સ હૈદરાબાદના મધ્યમક્રમની પોલ ખોલી દીધી હતી. બીજીતરફ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પણ ફાસ્ટ બોલિંગ આક્રમણનો અભાવ દેખાયો હતો. આ સિવાટ ટીમે પોતાના મધ્યમક્રમને મજબૂત કરવાની જરૂર છે.
સૈમ કરન અને મોહમ્મદ શમીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બેટિંગમાં લોકેશ રાહુલ અને સરફરાઝ ખાને ગત મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું પરંતુ મધ્યમ ક્રમની વિફલતાને કારણે કિંગ્સ ઈલેવન પંજાબે મેચ ગુમાવવી પડી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારને આશા છે કે મોહાલીની ફાસ્ટ વિકેટ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોને મદદ કરશે.
KXIPની સંભવિત ટીમ
લકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, સૈમ કરન, આર અશ્વિન, મોહમ્મદ શમી, એંડ્રયૂ ટાય, મુરૂગન અશ્વિન.
SRHની સંભવિત ટીમ
ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, વિજય શંકર, મનીષ પાંડે, દીપક હુડ્ડા, યૂસુફ પઠાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા.