નવી દિલ્હીઃ ભલે તેનું નામ ઈન્ડિયન પ્રીમિયર લીગ છે, પરંતુ તેમાં પોતાની રમતથી મનોરંજનનો તડકો વિદેશી પ્લેયર લગાવે છે. પૂરાવા શરૂઆતી બે સપ્તાહના પ્રદર્શનના છે, જ્યાં વધુ પડતા મેચોમાં વિદેશી પ્લેયરોએ જ મેન ઓફ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યાં છે. આંદ્રે રસેલ, ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, સુનીલ નરેન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, અલઝારી જોસેફ, કાગિસો રબાડા અને કાયરન પોલાર્ડ કેટલાક એવા વિદેશી નામ છે, જેણે પોતાની ટીમની જીતમાં નાયકની ભૂમિકા ભજવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ આ લીગમાં અત્યાર સુધીના પ્રદર્શનના આધાર પર કોઈ ભારતીયનું નામ શોધશો તો તેની સંખ્યા ખુબ ઓછી હશે. પૃથ્વી શો, સંજૂ સૈમસને જરૂર એક જોરદાર ઈનિંગ રમી, પરંતુ અત્યાર સુધી માત્ર એક શાનદાર ઈનિંગ જોવા મળી છે. 


એમવીપી ટોપ-5માં ત્રણ વિદેશી 



આ લીગના શરૂઆતી 21 મેચોના પ્રદર્શન પર નજર કરીએ તો કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમમાં સામેલ કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલની રમત સૌથી અવ્વલ રહી છે. અત્યાર સુધી તેણે 5 મેચ રમી છે અને 144 પોઈન્ટ લઈને સિઝનનો 'મોસ્ટ વૈલ્યૂબલ પ્લેયર' (એમવીપી) બનેલો છે. 


એમવીપીના લિસ્ટ પર નજર કરીએ તો ટોપ 5માં ત્રણ વિદેશી અને બે ભારતીય છે. રસેલ બાદ 125 પોઈન્ટની સાથે જોની બેયરસ્ટો બીજા સ્થાન પર છે. રિષભ પંત (102.5) અને હાર્દિક પંડ્યા (101.5) ક્રમશઃ ત્રીજા અને ચોથા સ્થાન પર છે, જ્યારે પાંચમાં સ્થાને સનરાઇઝર્સનો ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર (100) છે. 


ચેન્નઈમાં ચાલ્યો માહી....



આ લીગમાં વિદેશીઓને જો કોઈ ભારતીય ટક્કર આપી રહ્યો છે તો તે છે એમએસ ધોની. સીએસકે માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર પ્લેયર- ધોની. સીએસકે માટે સૌથી વધુ રન બનાવનાર પ્લેયર- ધોની. સીએસકે માટે હાઈએસ્ટ સ્કોર બનાવનાર ખેલાડી- ધોની. 


ધોનીએ ખરા અર્થમાં મોર્ચની આગેવાની કરતા પોતાની ટીમને જીત અપાવી છે. થોડા મહિના પહેલા સુધી પોતાની ધીમી બેટિંગ માટે આલોચનાનો સામનો કરનાર માહી આઈપીએલમાં પોતાના અસલી રંગમાં નજર આવી રહ્યો છે. તેણે 124.80ની સ્ટ્રાઇક રેટથી 156 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ તેણે 46 બોલમાં 75 રનની ઈનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. 


વન મેન આર્મી રસેલ



કેકેઆરની ટીમે 5 મેચોમાંથી ચારમાં જીત મેળવી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી તેમાં રસેલનું યોગદાન ઉલ્લેખનીય છે. આ શક્તિશાળી બેટ્સમેને શરૂઆતી સતત ચાર મેચોમાં તોફાની બેટિંગ કરી અને ત્રણમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. 


એકવાર તેને બેટિંગ કરવાની તક ન મળી અને દિલ્હી વિરુદ્ધ મેચમાં 28 બોલ પર 62 રન ફટકાર્યા, પરંતુ તે મેચમાં પૃથ્વી શોના 99 રનની ઈનિંગ મેચ ટાઈ કરાવ્યો અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લીધો હતો. આ પ્લેયર સિઝનમાં સિક્સ ફટકારવાના મામલે સૌથી આગળ ચાલી રહ્યો છે. રસેલે અત્યાર સુધી 22 સિક્સ અને 12 બાઉન્ડ્રી ફટકારી છે. તેણે માત્ર 77 બોલનો સામનો કર્યો છે અને 268.83ની સ્ટ્રાઇક રેટથી 207 રન બનાવ્યા છે. 


5 મેચોમાંથી ત્રણમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે રસેલ
• v SRH - 49* (19) (કેકેઆરનો 6 વિકેટે વિજય) 
• v KXIP - 48 (17) (કેકેઆરનો 28 રને વિજય) 
• v DC - 62 (28) (મેચ ટાઈ) 
• v RCB - 48* (13) (કેકેઆર પાંચ વિકેટે જીત્યું) 
• v RR - બેટિંગ ન આવી.