IPL છોડી વિરાટ કોહલીને વિશ્વ કપ પહેલા આરામ કરવો જોઈએઃ માઇકલ વોન
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવુ છે કે વિરાટ કોહલીને હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ છોડીને આરામ પર ધ્યાન આપવું જોઈએ. આરબીસીની ટીમ છ મેચ ગુમાવી ચુકી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલની સિઝન અત્યાર સુધી વિરાટ કોહલી અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કોઈ ખરાબ સપનાથી ઓછી રહી નથી. વિરાટની આગેવાનીમાં ટીમે શરૂઆતી છ મેચ ગુમાવી દીધી છે. આટલી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ તુટી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને વિરાટ કોહલી અને બીસીસીઆઈને એક ખાસ સલાહ આપી છે.
રવિવાર (7 એપ્રિલ)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ માઇકલ વોને ટ્વીટર પર લખ્યું, 'જો બીસીસીઆઈ સ્માર્ટ છે તો તે હવે વિરાટ કોહલીને વિશ્વ કપ માટે આરામ આપી દેશે.' વિશ્વ કપ જેવી મોટી ઈવેન્ટ પહેલા તેને (વિરાટને) થોડો આરામ આપવો જોઈએ.
IPL 2019: વિજય માલ્યા નથી તો કોણ છે RCBના માલિક!