નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, મંગળવારે દિલ્હી કેપિટલ્સની સાથે રમાનારા મેચમાં તેની ટીમ માત્ર એક ખેલાડી પર ધ્યાન આપશે નહીં. ફ્લેમિંગનો ઈશારો યુવા વિકેટકીપર બેટ્મેન રિષભ પંત તરફ હતો, જેણે ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 27 બોલ પર 78 રનની તોફાની ઈનિંગ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લેમિંગે દિલ્હી વિરુદ્ધ યોજાનારા મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, તમારે ટૂર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓનું સન્માન કરવું પડશે અને પંત તેમાંથી એક છે. પરંતુ, ત્યાં બીજા ખેલાડી પણ છે, જે સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. તે (પંત) ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ યુવા સંભાવનાઓમાંથી એક છે પરંતુ ત્યાં શિખર ધવન, કેપ્ટન શ્રેયસ અય્યર અને કોલિન ઇનગ્રામ પણ છે. તમારે તમારી તાકાત પર ધ્યાન આપવું જોઈએ. 


તે પૂછવા પર કે શું ફિરોઝશાહ કોટલાની પિચ તેના સ્પિનરોને મદદ કરશે. ફ્લેમિંગે કહ્યું, પ્રથમ મેચ બેટ્સમેનો માટે મુશ્કેલ હતો અને બોલરો માટે શાનદાર હતો. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો અમારી રણનીતિનો મુખ્ય ભાગ છે. અમેં અહીંની પરિસ્થિતિનો અભ્યાસ કરીશું. 


તમામ લોકો તે ચર્ચા કરવા લાગ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે. પરંતુ ફ્લેમિંગે કહ્યું કે, તે આ ચર્ચામાં પડવા ઈચ્છતા નથી અને ધોનીને વિશ્વકપમાં રમતો જોવા ઈચ્છે છે. તેમણે કહ્યું, ચોક્કસપણે મને તેવી આશા હતી કે, તે વિશ્વકપમાં રમશે અને તેમ થવાનું છે. ત્યારબાદ શું થશે, તે વિશે ચર્ચા કરવી બેકાર છે. હું ઈચ્છું છું કે, તે ચેન્નઈ માટે અંત સુધી રમે. તે સારી પ્રેક્ટિસ કરી રહ્યો છે અને શાનદાર પ્રદર્શનનો આનંદ લઈ રહ્યો છે, જે મહત્વપૂર્ણ છે. 


ફ્લેમિંગે અનુભવી સ્પિનર હરભજન સિંહની પ્રશંસા કરતા કહ્યું કે, દિલ્હી સામેના મેચમાં તેના નામ પર વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું, પ્રથમ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.