નવી દિલ્હીઃ કેપ્ટન કુલ કહેવાતા એમએસ ધોનીની પુત્રી જીવા ધોનીને તે સમયે ગુસ્સો આવી ગયો, જ્યારે તેમના પિતાને કેટલાક બાઇક સવાર ફેન્સ જોર-જોરથી ધોની-ધોની.... અવાજ લગાવી રહ્યાં હતા. ક્યૂટ જીવાએ પોતાના અંદાજમાં તેને આમ ન કરવા ચેતવણી આપી. આ બધુ વિશાખાપટ્ટનમમાં થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. ત્યારબાદ જીવા ટીમ બસમાં હોટલ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘટના બની હતી. 


રિષભ પંતની પાસે યૂનિક ટેલેન્ટ, તેની સાથે છેડછાડ ન કરી શકોઃ પ્રવીણ આમરે 

ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં રમાયેલા બીજો ક્વોલિફાયર-2માં જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાવાનું છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રવિવારે રમાશે.